ETV Bharat / business

DoT releases Bank Guarantee: ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે એરટેલ, વોડા આઈડિયા, જિયોને બેન્ક ગેરન્ટી જાહેર કરી

author img

By

Published : Dec 4, 2021, 5:09 PM IST

ટેલિકમ્યુનિકેશન વિભાગે (DoT) લાઈસન્સ તથા સ્પેક્ટ્રમ ઉપયોગ ફી માટે જમા લગભગ 9,200 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટી (DoT releases Bank Guarantee ) ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયોની જાહેર કરી દીધી છે. જાણો સમગ્ર વિગત.

DoT releases Bank Guarantee: ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે એરટેલ, વોડા આઈડિયા, જિયોને બેન્ક ગેરન્ટી જાહેર કરી
DoT releases Bank Guarantee: ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે એરટેલ, વોડા આઈડિયા, જિયોને બેન્ક ગેરન્ટી જાહેર કરી
  • ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે 4 કંપનીઓ માટે જાહેર કરી ગેરન્ટી
  • વિભાગે ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિઓની ગેરન્ટી જાહેર કરી
  • લાઈસન્સ તથા સ્પેક્ટ્રમ ઉપયોગ ફી માટે 9,200 કરોડ રૂપિયાની ગેરન્ટી જાહેર

નવી દિલ્હીઃ ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે (DoT) લાઈસન્સ તથા સ્પેક્ટ્રમ ઉપયોગ ફી માટે જમા લગભગ 9,200 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટી ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયોની જાહેર કરી દીધી છે. આ મામલા સાથે જોડાયેલા સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ Investment of Swiggy: ઈન્સ્ટામાર્ટમાં 70 કરોડ ડોલરનું રોકાણ કરશે સ્વિગી

આ ટેલિકમ્યુનિકેશન્સ ઉદ્યોગ માટે જાહેર રાહત પેકેજનો એક ભાગ

ટેલિકમ્યુનિકેશન્સ વિભાગનું (DoT releases Bank Guarantee) આ પગલું સપ્ટેમ્બરમાં સરકાર દ્વારા ટેલિકમ્યુનિકેશન્સ ઉદ્યોગ માટે જાહેર રાહત પેકેજનો (Telecommunications Industry Relief Package) ભાગ છે. સૂત્રોના મતે, ભારતી એટેલ માટે લગભગ 4,000 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયા (VIL) માટે 2,500 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટી જાહેર કરવામાં આવી છે. તો રિલાયન્સ જિઓની લગભગ 2,700 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટી ગયા મહિને જાહેર કરવામાં આવી હતી.

એરટેલ, VIL અને જિઓથી ઈ-મેલના માધ્યમથી કોઈ જવાબ નથી આવ્યો

આ અંગે એરટેલ, વીઆઈએલ (VIL) અને જિઓથી ઈ-મેલના માધ્યમથી પૂછવામાં આવેલા પ્રશ્નોનો અત્યારે કોઈ જવાબ નથી આવ્યો. ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે ઓક્ટોબરમાં ટેલિકમ્યુનિકેશન કંપનીઓ માટે પ્રદર્શન અને નાણાકીય બેન્ક ગેરન્ટી જરૂરિયાતને 80 ટકા ઘટાડી દીધી હતી.

આ પણ વાંચોઃ Business News: નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો

ટેલિકમ્યુનિકેશન લાઈસન્સ માટે પ્રત્યેક સેવા અંગે પ્રદર્શન ગેરન્ટી આપવી પડશે

વિભાગે સુધારેલા નિયમો અંતર્ગત ટેલિકમ્યુનિકેશન લાઈસન્સ માટે પ્રત્યેક સેવા અંગે 44 કરોડ રૂપિયા સુધીની પ્રદર્શન ગેરન્ટી આપવી પડશે. જ્યારે જૂના નિયમો હેઠળ આ ગેરન્ટી 220 કરોડ રૂપિયા હતી. આ રીતે ટેલિકોમ ઓપરેટરોને હવે પ્રતિ સર્કલ મહત્તમ 8.8 કરોડ રૂપિયાની નાણાકીય ગેરન્ટી આપવી પડશે, જે પહેલા 44 કરોડ રૂપિયા હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.