નવી દિલ્હી : સરકારે ભારતીય સ્ટેટ બેન્ક (SBI)State Bank of Indiaના વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર દિનેશ કુમાર ખારાને દેશના સૌથી મોટી બેન્કના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. તેમને રજનીશ કુમારનું સ્થાન લીધું છે. રજનીશ કુમારે મંગળવારના રોજ તેમના ત્રણ વર્ષનો કાર્યકાળ પુર્ણ કર્યો હતો.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલી સૂચના મુજબ કેન્દ્ર સરકારે દિનેશ કુમાર ખારાને ત્રણ વર્ષ માટે એસબીઆઈના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. ગત્ત મહિને બેન્કના બોર્ડ બ્યૂરોએ ખારના નામની ભલામણ એસબીઆઈને ચેરમેનના રુપમાં કરી હતી. જે પરંપરા અનુસાર એસબીઆઈના ચેરમેનની નિમણૂંક બેન્કમાં સેવા આપતા ડિરેક્ટરના જૂથમાંથી થાય છે.
ખારા 2017માં રણ ચેરમેન પદની લીસ્ટમાં સામેલ હતા. ખારા ઓગ્સ્ટ 2016માં ત્રણ વર્ષ માટે એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર રુપમાં નિમણૂંક કરવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ સરકારે તેમને 3 વર્ષ માટે સેવા વધારી હતી. ખારાએ દિલ્હી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેટમાં અભ્યાસ કર્યો હતો. તે આજ સુધી એસબીઆઈના ગ્લોબલ બેન્કિંગ વિભાગના વડા હતા.