ડીજીસીએની આ સૂચના એવા સમયે આવી છે, જ્યારે ઈન્ડિગોના ચાર વિમાનોમાં અઠવાડિયામાં જ ખામી સર્જાઈ છે. DGCAને ઈન્ડિગોને પોતાના 23A-320 નિઓ વિમાનોમાં લાગેલ પ્રૈટ એન્ડ વ્હિટની એન્જિન 19 નવેમ્બર સુધી બદલવાનું સૂચન કર્યુ છે. જો આમ નહીં થાય તો આ વિમાનોને ઉડાન ભરવા નહીં દેવાય.
DGCAએ ઈન્ડિગોને 97 વિમાનોમાં કોઈ પણ સંજોગોમાં 31 જાન્યુઆરી સુધી એન્જિન બદલાવ કહ્યું છે. સોમવારે ઈન્ડિગોને 16 એવા A-320 નિઓ વિમાનોને પીડબ્લ્યુ એન્જિન 12 નવેમ્બર સુધી બદલવા કહ્યું હતું, જે 2900 કલાકથી વધારે હવાઈ સફર કરી ચૂક્યુ છે. બાદમાં અહીં વધુ સાત એન્જિન બદલાવની જરૂરત પણ જણાઈ છે.