ETV Bharat / business

Debt Reduction Plan : માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન - ક્રેડિટ કાર્ડ વધુ ન લેશો

લોન લેવી એ તમારી સમસ્યા માટે એક આદર્શ નાણાકીય ઉકેલ હોઈ શકે છે, પરંતુ ચૂકવણી કરવા માટે યોગ્ય આયોજનની જરૂર (Debt Reduction Plan) છે. નહીંતર તમે દેવાંમાં ડૂબી જશો અને તે અન્ય ઘણી સમસ્યાઓ તરફ ધકેલાશો. આ તમારા રોજિંદા જીવનને (Clear loan with planning) અસર કરશે. વધુમાં તેનો તણાવ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે, જે હોસ્પિટલમાં દાખલ થવાથી તમારા ખિસ્સા પર કાતર ફેરવી શકે છે.

Debt Reduction Plan :  માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન

author img

By

Published : Jan 10, 2022, 1:48 PM IST

Updated : Jan 10, 2022, 3:11 PM IST

ન્યૂઝ ડેસ્ક: જીવનના દરેક ક્ષેત્રમાં ખાસ કરીને નાણાંની બાબતમાં વ્યક્તિમાં શિસ્ત હોવી જોઈએ. નહીંતર દેવા ભરીને ખાડામાં ઊતરી જશો. જો તમારો ખર્ચ તમારી આવક કરતાં વધી જશે તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જે અજાણતાં દેવાનો બોજ વધારે છે અને વ્યાજદર વધે છે. તમારે નાણાં માટે સંઘર્ષ કરવો પડશે. તેથી જ્યારે નાણાંની વાત આવે ત્યારે અને દેવામાંથી બહાર નીકળવા માટે શિસ્ત જાળવવી (Clear loan with planning) મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કઈ રીતે કોઈ સમસ્યા વિના લોન ક્લિયર (Debt Reduction Plan) કરવી.

આવક કરતાં ખર્ચ વધવા ન દેવો

એકવાર અમારા ખર્ચ આવક કરતાં વધી જાય તો લોન ડિફોલ્ટની સ્થિતિમાં આવીએ છીએ. એક લોન ચુકવતાં પહેલા બીજી લોન સામે આવે છે. થોડા વર્ષોમાં તે અસહ્ય ભારે બોજ બની જાય છે. સમયસર લોનની ચૂકવણી ન કરવાને કારણે ક્રેડિટ સ્કોર (Clear loan with planning) પણ બગડી જાય છે, જે તમે ઘણા વર્ષોની મહેનત પછી બનાવ્યો હોય છે. આ સિવાય વ્યાજનો બોજ પણ વધે છે. તેથી નાણાકીય શિસ્ત સાથે આ દેવાના બોજમાંથી બહાર નીકળવાના માર્ગો (Debt Reduction Plan)જાણવા સારાં છે.

પર્સનલ ફાઇનાન્સ પ્રોફેશનલની સલાહ

ઋણ ચૂકવવા માટે (Debt Reduction Plan)આપણે હંમેશા હકારાત્મક અભિગમ (Clear loan with planning)રાખવો જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે સમયસર લોન ચૂકવવી એ આપણી નૈતિક અને કાનૂની જવાબદારી છે. જો તમે લોન ચૂકવવામાં વિલંબ કરો છો અથવા નથી ભરતાં, તો તમારા CIBIL (ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ) સ્કોરને અસર થશે. આના કારણે, તમને ભવિષ્યમાં કોઈ લોન નહીં મળે અને જૂની લોન પર વધુ વ્યાજ દર પણ ચૂકવવા પડશે. તેથી તમામ લોન ચૂકવવા માટે હંમેશા તૈયાર રહો. જો જરૂરી હોય તો પર્સનલ ફાઇનાન્સ પ્રોફેશનલની સલાહ લો.

કઇ લોનને પ્રાધાન્ય આપો તો સારું?

કેટલીકવાર આપણા કેટલાક નિર્ણયો નાણાકીય નુકસાનનું કારણ બને છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે પ્લાનિંગ કર્યા વગર અને પોતાની આવકની પરવા કર્યા વગર તેઓ દરેક વસ્તુ ખરીદે છે. આ આદત તેમને દેવાના કળણમાં ધકેલી દે છે. જો દેવું વધી રહ્યું છે, તો સૌ પ્રથમ તેે ઘટાડવાનો પ્રયાસ કરો, પરંતુ વધુ ચિંતા કરશો નહીં. લોનની ચૂકવણી માટે નાણાકીય નિષ્ણાતની સલાહ લો. સૌ પ્રથમ તે લોનને પ્રાધાન્ય આપો જેમાં તમારે વધુ વ્યાજ ચૂકવવું પડતું (Debt Reduction Plan) હોય. ઉદાહરણ તરીકે ક્રેડિટ કાર્ડ બિલ. તે વહેલા ચૂકવવામાં આવેતો વધુ સારું. કેટલીક લોન લાંબા ગાળાની હોય છે અને તેના વ્યાજ દર ઓછા હોય છે. ઉદાહરણ તરીકે હોમ લોન. કોઈપણ સંજોગોમાં આવી લોનના માસિક હપ્તા બંધ કરશો (Clear loan with planning) નહીં. આ સાથે તમને ઈન્કમ ટેક્સમાં પણ છૂટ મળે છે.

આ પણ વાંચોઃ Steps for Financial Health: તમારા નાણાકીય સ્વાસ્થ્યને નિયંત્રિત કરવા માટેના આ રહ્યા 6 પગલાં

લોનના ટેન્શનમાં આ રીતે મેળવો રાહત

આ સિવાય બે કે ત્રણ નાની લોન ચૂકવવા માટે એક જ લોન લઈ શકાય છે. તેનાથી લોનના ટેન્શનમાં થોડી રાહત મળી શકે છે. ઉદાહરણ તરીકે બેથી ત્રણ ક્રેડિટ કાર્ડ બિલ ક્લિયર કરવા માટે પર્સનલ લોન લઈ (Debt Reduction Plan) શકાય છે. જો તમારી પાસે હોમ લોન છે, તો ટોપ-અપ લોન લેવી અને બધી લોન ચૂકવવી વધુ સારું છે. જો તમને લાગતું હોય કે લોનની ચૂકવણી કરવી બોજ બનશે, તો બેંકનો સંપર્ક કરો અને હપ્તાની રકમ ઘટાડવાનું શક્ય છે કે કેમ તે શોધો. કેટલાક કિસ્સાઓમાં લોનના હપ્તા થોડા સમય માટે માફ કરવામાં આવે છે. પછી તમે આ સમયમાં બીજી લોન ઘટાડી (Clear loan with planning) શકો છો. તેનાથી આર્થિક રીતે થોડી રાહત મળશે. જો કે ભૂલશો નહીં કે આ હપ્તાઓ રોકવાથી વ્યાજની રકમ વધતી રહેશે.

કોલેટરલ તરીકે સોનું અથવા અન્ય કોઈપણ સંપત્તિ રાખો

લોન ચૂકવવામાં ક્યારેય કંજૂસાઈ ન કરો, બલકે તમારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે પૂરી કરવાનો (Debt Reduction Plan) પ્રયાસ કરો. મોટાભાગની લોનમાં વ્યાજના ઊંચા દર હોય છે. જો જરૂરી હોય તો કોલેટરલ તરીકે સોનું અથવા અન્ય કોઈપણ સંપત્તિ લઈને લોન લો. આ સાથે તમારે લોન પર ઓછું વ્યાજ ચૂકવવું (Clear loan with planning) પડશે. આ ત્યારે જ કરો જ્યારે તમને લોનની સખત જરૂર હોય. રોકાણની યોજનાઓમાં રોકાણ કરો જે લાંબા ગાળે સારું વળતર આપે. એટલા ઊંચા વ્યાજ દર સાથે લોન ન લો જે આપણને આર્થિક રીતે નાદાર બનાવી શકે. દેવાના બોજ વિના શાંતિપૂર્ણ જીવન માટે આ બાબતો યાદ રાખવા જેવી છે.

આ પણ વાંચોઃ Higher Return on Investment : શેમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે? નિષ્ણાતો પાસેથી જાણો

Last Updated : Jan 10, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.