ETV Bharat / business

Corona Effect on Office Market: ભારતના ઓફિસ માર્કેટને કોવિડ પહેલાના સ્તરે પહોંચવામાં બે વર્ષ લાગશેઃ કોલિયર્સ - Property Consulting Firm Colliers India

કોરોનાના કારણે મોટામાં મોટા ધંધા પડી ભાંગ્યા હતા. અનેક બજાર પર કોરોનાની વિપરીત અસર (Corona Effect on Office Market) પડી છે. આ અસરથી ભારતનું ઓફિસ માર્કેટ પણ બાકાત નથી. ત્યારે કોલિયર્સ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ નાયરે (Ramesh Nair, Chief Executive Officer, Colliers India) આ અંગે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતને ઓફિસ માર્કેટ ભાડુઆતોથી વધુ અનુકૂળ થઈ ગયું છે. તેમણે વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં આની સ્થિતિ (Pre Covid Level) અંગે પૂછવા પર કહ્યું હતું કે, આ વર્ષ ગયા વર્ષની સરખામણીમાં થોડું સારું રહેશે.

Corona Effect on Office Market: ભારતના ઓફિસ માર્કેટને કોવિડ પહેલાના સ્તરે પહોંચવામાં બે વર્ષ લાગશેઃ કોલિયર્સ

author img

By

Published : Dec 6, 2021, 3:59 PM IST

  • ભારતીય ઓફિસ માર્કેટ પર પડી કોરોનાની વિપરીત અસર
  • કોલિયર્સ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ નાયરે આપ્યો ઈન્ટરવ્યુ
  • ભારતને ઓફિસ માર્કેટ ભાડુઆતોથી વધુ અનુકૂળ થઈ ગયું છેઃ કોલિયર્સ ઈન્ડિયા

નવી દિલ્હીઃ ઓફિસને ભાડે આપવાની ઝડપ આ વર્ષે થોડી સુધારવાની આશા છે, પરંતુ આના કોવિડ-પહેલાના સ્તર પર પહોંચવામાં અત્યારે 2 વર્ષ લાગી શકે છે. આ વાત પ્રોપર્ટી સલાહકાર ફર્મ કોલિયર્સ ઈન્ડિયાએ (Property Consulting Firm Colliers India) કહી છે.

આ પણ વાંચો- ભારત દુ:ખદાયક સમય છે, અર્થવ્યવસ્થા 2019થી પણ નીચેના સ્તર પર : અભિજીત બેનર્જી

ભારતીય ઓફિસ માર્કેટ ભાડુઆતોથી વધુ અનુકુળ બન્યું

કોલિયર્સ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ નાયરે (Ramesh Nair, Chief Executive Officer, Colliers India) એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતનું ઓફિસ માર્કેટ ભાડુઆતોથી વધુ અનુકૂળ થઈ (Corona Effect on Office Market) ગયું છે. તેમણે વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં આ સ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે કહ્યું હતું કે, આ વર્ષ ગયા વર્ષની સરખામણીમાં થોડું સારું રહેશે. આવતા વર્ષે પણ આનાથી મજબૂતી મળશે.

વેપારી માહોલ અંગે ઘણી અનિશ્ચિતતા જોવા મળી

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાડા પર ઓફિસ લેતી કંપનીઓમાં મહામારીની બીજી લહેરથી આ વર્ષે જૂન-જુલાઈ સુધી વેપારી માહોલ અંગે ઘણી અનિશ્ચિતતા જોવા મળી રહી હતી, પરંતુ હવે તેમની ચિંતા ઓછી થઈ છે. નાયરે કહ્યું હતું કે, વર્ષ 2021માં દેશના 7 મોટા શહેરોમાં શુદ્ધ ઓફિસ લીઝ વધીને 2.7 કરોડ વર્ગ ફૂટ થઈ ગઈ છે, જે ગયા વર્ષે 2.6 કરોડ વર્ગ ફૂટ રહી હતી.

આ પણ વાંચો- Income tax Returns : રિટર્ન્સ ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ, જાણો...

હજી 2 વર્ષ જોવી પડશે રાહ

જોકે, આની વૃદ્ધિના કોવિડ પહેલાના સ્તર પર પહોંચવામાં અત્યારે 2 વર્ષની રાહ જોવી પડશે. નાયરે કહ્યું હતું કે, વર્ષ 2019ના સ્તર સુધી પહોંચવામાં ઓછામા ઓછો 2024 સુધીનો સમય લાગશે. કેલેન્ડર વર્ષ 2019માં 7 મોટા શહેરોમાં લગભગ 5 કરોડ વર્ગ ફૂટ ક્ષેત્ર ઓફિસ ભાડા પર આપવામાં આવી હતી. જ્યારે ઘરથી કામ કરનારા (વર્ક ફ્રોમ હોમ)ની વ્યવસ્થા કોઈકને કોઈક રીતે આગળ યથાવત્ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.