ETV Bharat / business

ધન છે, ભોજન છે પરંતુ સરકાર આપશે નહીંઃ પી.ચિદમ્બરમ

21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધનને ખોટું ગણાવતાં મંગળવારે કોંગ્રેસે કહ્યું કે, અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે નાણાકીય પેકેજ અથવા નક્કર પગલાઓનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.

ETV BHARAT
ધન છે, ભોજન છે પરંતુ સરકાર આપશે નહીંઃ પી.ચિદમ્બરમ
author img

By

Published : Apr 14, 2020, 1:39 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પડકાર વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશમાં લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. PM મોદીએ સંબોધનમાં કહ્યું કે, જે શહેરમાં હોટસ્પોટ નહીં બને, ત્યાં 20 એપ્રિલ બાદ છુટછાટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કાલે એટલે કે, બુધવારે આ અંગે સરકાર વિસ્તૃત ગાઈડ લાઈન આપશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 20 એપ્રિલની છુટછાટ ગરીબોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

લોકડાઉન વધારવાના PMના આદેશ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરે નિવેદન આપ્યું છે. ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે, ગરીબોને 21+19=40 દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે છોડી દેવામાં આવ્યા છે. ધન છે, ભોજન છે પરંતુ સરકાર આપશે નહીં.

  • The poor have been left to fend for themselves for 21+19 days, including practically soliciting food. There is money, there is food, but the government will not release either money or food.

    Cry, my beloved country.

    — P. Chidambaram (@PChidambaram_IN) April 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં મંગળવારે કહ્યું હતું કે, જે રાજ્યના શહેરમાં હોટસ્પોટ નહીં બને, ત્યાં 20 એપ્રિલ બાદ છુટછાટ આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કોરોના વિરુદ્ધ ભારતની લડાઇ મજબૂતી સાથે આગળ વધી રહી છે. તમારા તમામ દેશવાસિઓની તપસ્યા અને ત્યાગના કારણે જ ભારતમાં કોરોનાને કારણે વધુ નુકસાન થયું નથી.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે વિવિધ રાજ્યમાંથી આવેલા સૂચનને ધ્યાનમાં રાખીને લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.