- કારટ્રેડ ટેકના શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 1585- 1618
- શેરની લઘુત્તમ બિડ 9 ઈક્વિટી શેરની છે
- આઈપીઓ 11 ઓગસ્ટે બંધ થશે
અમદાવાદ: કારવાલે, કારટ્રેડ, શ્રીરામ ઓટોમોલ, બાઇકવાલે, કારટ્રેડ એક્સચેન્જ, એડ્રોઇટ ઓટો અને ઓટો બિઝ જેવી પોતાની કેટલીક ઇન્ટિગ્રેટેડ બ્રાન્ડ્સ મારફતે મલ્ટિ-ચેનલ ઓટો પ્લેટફોર્મ કારટ્રેડ ટેકના ( CarTrade Tech Limited ) ઇક્વિટી શેરનો IPO 09 ઓગસ્ટ, 2021, સોમવારે ખુલશે અને 11 ઓગસ્ટ, 2021, બુધવારે બંધ થશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 1,585થી 1,618 નક્કી કરી છે.
કંપનીને ઓફરમાંથી ભંડોળ નહી મળે
ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા 1,85,32,216 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. વિક્રેતા શેરધારકોમાં સીએમડીબી II, હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, મેક્રિટચી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, સ્પ્રિંગફિલ્ડ વેન્ચર ઇન્ટરનેશનલ, બિના વિનોદ સાંધી, ડેનિયલ એડવર્ડ નીયરી, શ્રી ક્રિષ્ના ટ્રસ્ટ, વિક્ટર એન્થોની પેરી III, વિનય વિનોદ સાંધી સામેલ છે. કંપનીને ઓફરમાંથી કોઈપણ પ્રકારનું ભંડોળ નહીં મળે.
કારટ્રેડ ટેક લિમિટેડનો IPO 09 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે કંપની પ્લેટફોર્મ દ્વારા વાહનોની ખરીદવેચાણની સુવિઘા આપે છે કારટ્રેક ટેક લિમિટેડના સીએમડી વિનય સાંઘીએ જણાવ્યું હતું કે કાર ટ્રેડ ટેક મલ્ટિ-ચેનલ ઓટો પ્લેટફોર્મ છે, જે તમામ પ્રકારના વાહનો અને મૂલ્ય-સંવર્ધિત સેવાઓને આવરી લે છે. કંપનીનું પ્લેટફોર્મ કેટલીક બ્રાન્ડ ધરાવે છેઃ કારવાલે, કારટ્રેડ, શ્રીરામ ઓટોમોલ, બાઇકવાલે, કારટ્રેડ એક્સચેન્જ, એડ્રોઇટ ઓટો અને ઓટોબિઝ. આ પ્લેટફોર્મ્સ મારફતે કારટ્રેડ ટેક નવા અને વપરાશ થયેલા ઓટોમોબાઇલના ગ્રાહકો, વાહનોની ડિલરશિપ, વાહનોની ઓઈએમ અને અન્ય વ્યવસાયોને સરળ અને અસરકારક રીતે તેમના વાહનોની ખરીદી અને વેચાણ કરવાની સુવિધા આપે છે.
નફાકારક ડિજિટલ ઓટો પ્લેટફોર્મકંપનીના કન્ઝ્યુમર પ્લેટફોર્મ્સ એટલે કે કારવાલે, કારટ્રેડ અને બાઇકવાલે દર મહિને સંયુક્તપણે 3.2 કરોડ સરેરાશ યુનિક મુલાકાતીઓ મેળવે છે (31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા 3 મહિનાના ગાળા દરમિયાન) તથા શ્રીરામ ઓટોમોલ અને અન્ય ઓક્શન પ્લેટફોર્મ્સે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન હરાજી માટે 8,14,316 વાહનોનું લિસ્ટિંગ કર્યું હતું. કારટ્રેડ ટેક નાણાકીય વર્ષ 2020-21માં એકમાત્ર નફાકારક ડિજિટલ ઓટો પ્લેટફોર્મ હતું (સ્તોત્રઃ રેડસીયર રિપોર્ટ). કારટ્રેડ ટેક નાણાકીય વર્ષ 2019-20થી નફો કરે છે.