ETV Bharat / business

ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ Vodafone Ideaના બિન-કાર્યકર અધ્યક્ષના પદેથી આપ્યું રાજીનામું - સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા

ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયા (Vodafone Idea)ના બિનકાર્યકર નિર્દેશક અને બિનકાર્યકર અધ્યક્ષ પદને છોડી દીધું છે. કંપનીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. VILએ કહ્યું હતું કે, આદિત્ય બિરલા સમૂહ (Aditya Birla Group) તરફથી નિયુક્ત હિમાંશુ કપાનિયા (Himanshu Kapania) હવે બિનકાર્યકારી અધ્યક્ષ હશે. જોકે, આ ફેરફાર એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે કંપનીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ Vodafone Ideaના બિન-કાર્યકર અધ્યક્ષના પદેથી આપ્યું રાજીનામું

author img

By

Published : Aug 5, 2021, 10:26 AM IST

  • ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ VILના બિનકાર્યકર નિર્દેશક અને બિનકાર્યકર અધ્યક્ષ (Non-executive director and non-executive chairman) પદેથી આપ્યું રાજીનામું
  • આદિત્ય બિરલા સમૂહ (Aditya Birla Group) તરફથી નિયુક્ત હિમાંશુ કપાનિયા (Himanshu Kapania)ને બિનકાર્યકર અધ્યક્ષ (Non-executive director) નિયુક્ત કરવામાં આવ્યા છે
  • આ ફેરફાર એવા સમયમાં કરવામાં આવ્યો છે, જ્યારે VILને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયા (Vodafone Idea)ના બિનકાર્યકર નિર્દેશક અને બિનકાર્યકર અધ્યક્ષ પદને છોડી દીધું છે. કંપનીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. વોડાફોન-આઈડિયા લિમિટેડે (VIL) કહ્યું હતું કે, આદિત્ય બિરલા સમૂહ તરફથી નિયુક્ત હિમાંશુ કપાનિયા (Himanshu Kapania)ને બિનકાર્યકર અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયમાં કરવામાં આવ્યો છે, જ્યારે VILને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કંપનીએ શેર બજારમાં આપેલી સૂચનામાં કહ્યું હતું કે, વોડાફોન આઈડિયાના નિર્દેશક મંડળે આજે બેઠકમાં કુમાર મંગલમ બિરલાને બિનકાર્યકર નિર્દેશક અને બિનકાર્યકર અધ્યક્ષ પદ છોડવાના અનુરોધને 4 ઓગસ્ટ 2021એ કામકાજના કલાકોની સમાપ્તિથી સ્વીકાર કર્યો છે.

આ પણ વાંચો- Share Market: સપ્તાહના ચોથા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,200ને પાર

હિમાંશુ કપાનિયા પાસે 25 વર્ષનો અનુભવ છે

ત્યારબાદ નિર્દેશક મંડળે સર્વસંમતિથિ હિમાંશુ કપાનિયાને કંપનીના બિનકાર્યકર અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે, જે વર્તમાનમાં એક બિનકાર્યકર નિર્દેશક છે. કપાનિયા પાસે ટેલિકમ્યુનિકેશન સેક્ટર (Telecommunications sector)માં કામ કરવાનો 25 વર્ષનો અનુભવ છે. તેમની પાસે વૈશ્વિક ટેલિકમ્યુનિકેશન કંપની (Global telecommunications company)ઓમાં ઉચ્ચ સ્તર પર કામ કરવાનો પણ અનુભવ છે.

આ પણ વાંચો- IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ

કપાનિયા 2 વર્ષ માટે COAIના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

કપાનિયાએ 2 વર્ષ માટે ગ્લોબલ જીએસએમએ બોર્ડ (Global GSMA Board)માં પણ કામ કર્યું છે. અને 2 વર્ષ માટે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કંપનીએ કહ્યું હતું કે, આ ઉપરાંત નામાંકન અને પારિશ્રમિક સમિતિની ભલામણને આધારે બોર્ડે 4 ઓગસ્ટ 2021ના દિવસે આદિત્ય બિરલા સમૂહના નામિત સુશિલ અગ્રવાલને એડિશનલ નિર્દેશક (બિનકાર્યકર અને બિનસ્વતંત્ર) તરીકે નિયુક્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.