- ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર (Ola Electric Scooter) લોન્ચ પહેલા બજારમાં ખેંચી રહ્યું છે ધ્યાન
- આ સ્કૂટર માટે કંપનીએ માત્ર 499 રૂપિયાની કિંમત પર બુકિંગ શરૂ કરી દીધું
- ઓલાની વેબલાઈટ પર ઓનલાઈન ઓલા સ્કૂટર (Online Ola Scooter) બુક કરી શકે છે
નવી દિલ્હીઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ (Ola Electric Scooter) પહેલા બજારમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આજે આ સ્કૂટર માટે કંપનીએ માત્ર 499 રૂપિયાની કિંમત પર બુકિંગ શરૂ કરી દીધું છે, જે રિફન્ડેબલ પણ છે. ઓલા ઈલેક્ટ્રિકે જણાવ્યું છે કે, ઈચ્છુક ગ્રાહક કંપનીની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન ઓલા સ્કૂટર (Online Ola Scooter)ને બુક કરી શકે છે, જેમાં શરૂઆતી ગ્રાહકો માટે પ્રાથમિકતા ડિલીવરીની પણ જોગવાઈ હશે.
આ પણ વાંચોઃ Reliance AGM : જિઓ અને ગૂગલે બનાવેલો JioPhone Next લોન્ચ, ગણેશ ચતુર્થીથી વેચાણ શરૂ
સૌથી વધુ રેન્જનો દાવો
થોડા સમય પહેલા જ ઓલાના સીઈઓ (CEO) ભાવિશ અગ્રવાલે ઓલાના અપકમિંગ ઈલેક્ટ્રિક સ્કૂટરના ફિચર લિસ્ટ પર ચર્ચા કરી હતી. કંપનીના ગૃપ સીઈઓએ હાલમાં જ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે, સ્કૂટરમાં સૌથી મોટો બૂટ સ્પેસ, એપ આધારિક કિલેસ એક્સેસ અને સેગમેન્ટમાં સૌથી વધુ રેન્જની પણ સુવિધા આપવામાં આવશે.
આ પણ વાંચોઃ લેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર કરી લોન્ચ, કિંમત 3.54 કરોડ રૂપિયા
1 લાખથી શરૂ થશે કિંમત
હાલમાં જ આ સ્કૂટર અંગે ઘણી બધી વાત કહેવી સંભવ નથી. જોકે, માનવામાં આવે છે કે, આમાં ફૂલ-એલઈડી લાઈટિંગ, ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતાઓ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક જેવા અનેક આધુનિક ફિચર્સ હશે. આગામી કેટલાક દિવસમાં આ સ્કૂટર અંગે અન્ય માહિતી મળવાની પણ આશા છે. જ્યારે રિપોર્ટ અનુસાર, આને આ મહિનાના અંત સુધી લોન્ચ કરી શકાય છે, જેની કિંમત 1 લાખ રૂપિયથી 1.2 લાખ (એક્સ-શો રૂમ) વચ્ચે રાખવામાં આવી છે.
માત્ર 18 મિનીટની ચાર્જિંગ પર થશે લાંબી યાત્રા
આ સ્કૂટરને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત દાવા કરવામાં આવી રહ્યા છે, જેના અનુસાર ઓલાના આગામી ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) માત્ર 18 મિનીટમાં 50 ટકા બેટરી ચાર્જ કરશે. જોકે, આ સ્કૂટરની ડ્રાઈવિંગ રેન્જ લગભગ 150 કિલોમીટર સુધી હશે તો કહેવાઈ હ્યું છે કે, તે 18 મિનીટની ચાર્જ પર 75 કિલોમીટર સુધીની રેન્જ આપશે. ભારતમાં લોન્ચ થનારા આ સ્કૂટર Ather 450X, TVS iQube અને બજાજ ચેતકને ટક્કર આપશે.