નાણાકીય લેવડ-દેવડ માટે ઉપલ્બધ કરાયેલી ભીમ યુપીઆઈની વ્યવસ્થાનો બુધવારે સિંગાપરુમાં પ્રદર્શન શરૂ કરાયું. સિંગાપુર ફિનટેક ફેસ્ટિવલ 2019માં એક મર્ચન્ટ ટર્મિનલ પર લેવડદ-દેવડ દ્વારા ભીમ યુપીઆઈનું પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન મહોત્સવ દરમિયાન ચાલુ રહેશે અને 15 નવેમ્બરે બંધ થશે.
આ યોજનાને નેશનલ પેમેંન્ટ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા અને સિંગાપુરના નેટવર્ક ફૉર ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર્સ દ્વારા ઉભી કરાઈ છે. ભારતીય રાજદૂતે બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે 2020 સુધી તમામ રૂપે કાર્ડ સિંગાપુરમાં સ્વીકાર કરાશે. આ નાણાકીય આપ-લે ભારત અને સિંગાપુર વચ્ચે સહયોગની ઉપલ્બ્ધિ છે.