ETV Bharat / business

જો કોઈ ટેલિકોમ કંપની નાદાર બની તો બેન્કોએ ચૂકવણું કરવું પડશે: SBI ચેરમેન - દેશની અર્થવ્યવસ્થા

દેશની સૌથી મોટી ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેન્કના પ્રમુખે કહ્યું કે, અમે 'વેટ-એન્ટ-વૉચ મોડ'માં છે અને ટેલિકોમ કંપનીઓના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન સુનિશ્ચિત કરવાનો અધિકાર ટેલિકોમ વિભાગ પાસે છે.

ETV BHARAT
જો કોઈ ટેલિકોમ કંપની નાદાર બને, તો બેન્કોએ કિંમત ચૂકવવી પડશે: SBI ચેરમેન
author img

By

Published : Feb 16, 2020, 3:23 PM IST

નવી દિલ્હી: SBIના ચેરમેન રજનીશ કુમારે શનિવારે કહ્યું હતું કે, નાદારી માટે કોઈ પણ ટેલિકોમ ફર્મની ફાઇલના કેસમાં બેન્કોએ 'કિંમત ચૂકવવી પડશે'. તેમણે આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ કંપનીઓએ અગાઉના બાકી રૂપિયા 1.47 લાખ કરોડ ચૂકવવા પડશે તેવા આદેશના એક દિવસ બાદ કરી હતી.

દેશની સૌથી મોટી ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેન્કના પ્રમુખે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન સુનિશ્ચિત કરવાનો અધિકાર ટેલિકોમ વિભાગ પાસે છે. જ્યારે ચેરમેનને પૂછવામાં આવ્યું કે, ટેલિકોમ નાદારી તરફ વધે છે ત્યારે બેન્ક પર તેની કેવી અસર જોવા મળે છે. જેમાં તેમણે કહ્યું કે, જો કોઈ ઉદ્યોગ પર નકારાત્મક અસર પડે છે, તો એ એક મોટા ઇકોસિસ્ટમને અસર કરે છે, ભલે પછી તે બેન્ક હોય, કર્મચારી હોય, વિક્રેતા હોય કે ઉપભોક્તા, તમામ લોકોને અસર પહોંચે છે. જેથી આ અસર જ્યારે આવે છે, ત્યારે અમે અસરગ્રસ્ત થઇએ છીએ, જેની કિંમત ચૂકવવી પડે છે.

તેમણે સ્થાનિક મુખ્ય કાર્યાલયમાં 'મનસવી' અને 'તપસ્વી' નામની કલાકૃતિઓના અનાવરણ પ્રસંગે પત્રકારોને આ અંગે માહિતી આપી હતી. 2 કલાકૃતિ બનાવવા માટે અંદાજે 400 કૉમ્પ્યુટર, 2,000થી વધુ માઈક્રોચિપ્સ, 400થી વધુ કિબોર્ડ અને 200થી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કોઈપણ કૉર્પોરેટના બંધ થવાથી દેશની અર્થવ્યવસ્થાને અસર પહોંચે છે અને માટે જ કોઈ પણ ઉદ્યોગને બંધ થવાથી રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, 2 ખાતા છે, એરસેલ અને આરકૉમ, જે નાદારીમાં ચાલ્યાં ગયા છે.

તેમણે કહ્યું કે, 'SBI પોતાના ગ્રાહકોના જમા વિમાના પ્રીમિયમમાં વધારાનો બોજ પસાર થવા દેશે નહીં. અમે ગ્રાહકો પાસેથી ક્યારેય પ્રીમિયમ વસૂલ કર્યું નથી અને અમે હવે એવું કરશું પણ નહીં. જ્યાં સુધી 10 પૈસાથી 12 પૈસાના વધારાની અસર છે, તો પહેલાં અમે 3,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરતાં હતા, તો હવે અમે 3,600 કરોડ રૂપિયાનું પ્રીમિયમ આપશું.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.