ઑટોમોબાઈલ ક્ષેત્રે ડિસકાઉન્ટ અને કિંમતમાં ઘટાડો કરી વેચાણ વધારવા સતત પ્રયત્ન પછી ઑક્ટોબર મહિનામાં ગાડીઓના વેચાણના આંકડા જાહેર કરાયા છે.
દેશની સૌથી વધુ કાર બનાવતી કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાનું ચાલુ વર્ષે ઑક્ટોબરમાં આંતરિક બજારમાં વેચાણ 4.5 ટકા વધીને 1,53,435 એકમ થઈ હતી. કંપનીએ શુક્રવારે આ વિશે જાણકારી આપી હતી. ઑક્ટોબર 2018માં કંપનીએ 1,46,766 ગાડીઓ વહેચી હતી.
ઑક્ટોબરમાં અશોક લે-લેન્ડના વેચાણમાં 35 ટકા ઘટાડો થયો હતો. હિંદુજા ગૃપની ટોચની કંપની અશોક લે-લેન્ડનાં મોટા વાહનોના કુલ વેચાણ ઑક્ટોબરમાં 35 ટકા ધટીને 9,857 એકમ થયું હતું. ઑક્ટોબર 2018માં કંપનીએ 15,149 વાહન વહેંચ્યા હતા.
ટોયોટા કિર્લોસ્કર મોટરનું કુલ વેચાણ ઑક્ટોબરમાં 5 ટકાનો ધટીને 12,610 એકમ હતી, જ્યારે ઑક્ટોબર 2018માં કંપનીએ 13,245 વાહન વહેંચ્યા હતા.
ખેતીવાડીના સાધનો બનાવતી કંપની એસ્કાર્ટ ટેક્ટરનું ઑક્ટોબરમાં કુલ વેચાણ 1.6 ટકા વધીને 13,353 એકમ હતું, જ્યારે ઑક્ટોબર 2018માં 13,140 ટેક્ટર વહેંચ્યા હતા.
બજાજ ઑટો લિમિટેડનું ઑક્ટોબરનું વેચાણ 9 ટકા ઘટીને 4,63,208 એકમ કર્યુ હતું, જ્યારે ઑક્ટોબર 2018માં 5,06,699 વહેંચ્યા હતા.
MG મોટર ઈન્ડિયાએ ઑક્ટોબરમાં એસયુવી હેક્ટરના 3,536 એકમોનુ વેચાણ કર્યું હતું. હેક્ટરના કુલ 38,000 યુનિટ્સ બુક થઈ ચુક્યા છે. 21,000 યુનિટ બુકિંગ મળ્યા બાદ કંપનીએ જુલાઈમાં બુકિંગ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ કંપનીએ 29 સપ્ટેમ્બરથી હેક્ટરની બુકિંગ ફરી શરૂ કરી છે.
TVS મોટર કંપનીનું ઑક્ટોબરમાં કુલ વેચાણ 18.83 ટકા ઘટીને 3,23,368 એકમ રહ્યું હતું, જ્યારે ઑક્ટોબર 2018માં 3,98,427 એકમ વહેંચ્યા હતા.