એપલે ગત મહિનાના અંતમાં વાયરલેસ ઈયરફોનની જાહેરાત કરી હતી. ઈયરપોડનું નવું વર્ઝન ઈયરપોડ પ્રો છે. ઍપલનું ઈયરપોડ પ્રો હવે ભારતની બજારમાં ઉપલ્બધ છે.
30 ઑક્ટોબરે અમેરિકામાં વેચાણમાં મુકાયા બાદ હવે ભારતમાં પણ ખરીદી માટે ઉપલબ્ધ છે. કંપનીએ કહ્યું કે, આ ઈયરફોનની બેટરી એકવાર ચાર્જ કર્યા પછી 24 કલાક સુધી ચાલશે.ભારતીય બજારમાં તેની કિંમત 249 ડૉલર એટલે કે, 24,900 રુપિયા છે.
ફિચર્સ
- વાયરલેસ ઈયરફોન સાથે ચાર્જિંગ કેસ દેવામાં આવ્યું છે, જે એક સમયના ચાર્જમાં 24 કલાક કામ કરે છે.
- નવા એયરપોડમાં સીરી સપોર્ટ આપવામાં આવ્યું છે. જે ગીત બદલવા, વોલ્યુમ ઍડજેસ્ટ કરવા તેમજ કોલ કાપવા કે, કરવામાં મદદરૂપ થાય છે.
- નવા એયરપોડમાં H1 ચિપની જગ્યાએ W1 ચિપ આપવામાં આવી છે.
- એયરપોડમાં ઘોંઘાટ બંધ કરવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. જેનાથી સોન્ગનુ બેકગ્રાઉન્ડ ઘોંઘાટ કે, બીનજરુરી ઓફ કરવાનો ઓપ્શન છે.
- એયરપોડ કાનના આકાર મુજબ મ્યુઝિક ઓટો ટ્યુન થશે.