ETV Bharat / business

અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 12 માર્ચે ખૂલી, 16 માર્ચે બંધ થશે - Equity Shares

સુરત સ્થિત કસ્ટમ સિન્થેસિસ અને ઉત્પાદન કેન્દ્રિત સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગના અનુસંધાનમાં તેની બિડ/ઓફર શુક્રવાર, 12 માર્ચ, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને મંગળવાર, 16 માર્ચ, 2021ના રોજ બંધ કરશે.

અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 12 માર્ચે ખૂલી

author img

By

Published : Mar 8, 2021, 8:55 PM IST

  • અનુપમ રસાયણના શેર દીઠ રૂપિયા 553-555.00ની પ્રાઇસ બેન્ડ
  • ન્યૂનતમ બિડ લોટ 27 ઇક્વિટી શેર્સ છે અને ત્યારબાદ 27 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં
  • ફ્લોર પ્રાઈસ ઇક્વિટી શેર્સની મૂળ કિંમતના 55.30 ગણી છે

અમદાવાદઃ અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર રૂપિયા 553-555 નક્કી કરવામાં આવી છે. કંપની બૂક રનિંગ લીડ મેનેજર્સ ("BRLMs")ની સલાહ સાથે, એન્કર રોકાણકારોની ભાગીદારી વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે બુધવાર, 10 માર્ચ, 2021ના રોજ થશે.

અનુપમ રસાયણના શેર દીઠ રૂપિયા 553-555.00ની પ્રાઇસ બેન્ડ

BSE અને NSEમાં લિસ્ટ થશે

ઇક્વિટી શેર્સનો આ સંપૂર્ણ ફ્રેશ ઇશ્યુ કુલ મળીને રૂપિયા 7,600 મિલિયનનો છે, અને તેને બીએસઈ લિમિટેડ ("બીએસઈ") અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ ("એનએસઈ") પર લિસ્ટ કરવામાં આવશે. કંપની ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપનીએ લીધેલા ચોક્કસ દેવાની ચુકવણી/ પૂર્વ ચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની વિચારણા રાખે છે.

આ પણ વાંચોઃ MTAR ટેક્નોલોજિસની ઇક્વિટી શેર્સનો આઈપીઓ 3 માર્ચ, 2021ના રોજ ખૂલશે

અનુપમ રસાયણના 6 પ્લાન્ટ ગુજરાતમાં છે

અનુપમ રસાયણ એ ભારતમાં સ્પેશ્યાલિટી કેમિકલ્સના કસ્ટમ સિન્થેસિસ અને ઉત્પાદનમાં રોકાયેલી અગ્રણી કંપનીઓમાંની એક છે 31 ડિસેમ્બર, 2020 સુધીમાં, કંપની ભારતમાં ગુજરાત સ્થિત છ બહુહેતુક ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે, જેમા ચાર સુવિધાઓ સચિન, સુરતમાં અને બે સુવિધાઓ ઝગડિયા, ભરૂચ, ગુજરાતમાં આવેલી છે.

આ પણ વાંચોઃ સાઉદી તેલ દિગ્ગજ અરામકોએ વિશ્વમાં સૌથી મોટા IPOની જાહેરાત કરી

કોવિડ-19ની મહામારીમાં કંપનીએ પ્રોત્સાહક કામગીરી કરી છે

નાણાકીય વર્ષ 2018થી નાણાકીય વર્ષ 2020 સુધીમાં, કંપનીની કુલ આવક 24.29 ટકાના સીએજીઆરથી વધી છે અને નાણાકીય વર્ષ 2020માં તેની EBITDA રૂપિયા 1,348.96 મિલિયન હતી, જેમાં અમારી તમામ સુવિધાઓએ કામગીરીની રીતભાતમાં ચોક્કસ ગોઠવણો અને મર્યાદિત કારીગરોને આધિન કામગીરી ફરી શરૂ કરી હતી. કોવિડ-19 રોગચાળાની અસર હોવા છતાં, કંપનીની કામગીરીમાંથી થયેલી આવક 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂરા થયેલા નવ મહિનામાં 45.03 ટકા વધીને રૂપિયા 5,392.20 મિલિયન થઈ હતી, જે 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થયેલા નવ મહિનામાં રૂપિયા 3,718.07 મિલિયન હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.