ETV Bharat / business

તેલાંગણામાં એમેઝોન વેબ સર્વિસ 20,761 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે - વેબ સર્વિસસ

એમેઝોન વેબ સર્વિસ 20,761 કરોડના રોકાણ સાથે ભારતમાં પોતાનો બીજો ડેટા સેન્ટર ક્ષેત્ર સ્થાપિત કરશે. આ કેન્દ્રની સ્થાપના તેલંગાણામાં કરવામાં આવશે અને 2022ના મધ્યમાં કાર્યરત થાય તેવી સંભાવના છે.

AMAZON
AMZON
author img

By

Published : Nov 7, 2020, 3:52 PM IST

  • તેલાંગણામાં એમેઝોન વેબ સર્વિસ 20,761 કરોડનું કરશે ઈન્વેસ્ટમેન્ટ
  • તેલાંગણાના IT અને ઉદ્યોગ પ્રધાન ટી રામા રાવે ટ્ટીટ કરી આપી જાણકારી
  • 2022ના મધ્યમાં કાર્યરત થવાની સંભાવના

હૈદરબાદ: એમેઝોન વેબ સર્વિસ 20,761 કરોડના રોકાણ સાથે ભારતમાં પોતાનો બીજો ડેટા સેન્ટર ક્ષેત્ર સ્થાપિત કરશે. આ કેન્દ્રની સ્થાપના તેલંગાણામાં કરવામાં આવશે અને 2022ના મધ્યમાં કાર્યરત થવાની સંભાવના છે.

ઉદ્યોગ  પ્રધાન ટી રામા રાવે ટ્ટિટ કરી આપી જાણકારી

એમેઝોન વેબ સર્વિસે રોકાણ ભંડોળ અંગે વિગતો આપી નથી, પરંતુ તેલાંગણાના IT અને ઉદ્યોગ પ્રધાન ટી રામા રાવે શુક્રવારે કહ્યું હતું કે, એમેઝોન વેબ સર્વિસ તેલાંગણામાં ઘણા કેન્દ્વોની સ્થાપના માટે 20,761 કરોડનું રોકાણ કરશે.

ઉદ્યોગ પ્રધાન ટી રામા રાવે ટ્ટીટ કરતા લખ્યું કે, તેલાંગણાના ઈતિહાસમાં સૌથી મોટા FDI વિશે જાણકારી આપતા આનંદ થાય છે. ઘણી બેઠકો બાદ એમેઝોન વેબ સર્વિસ તેલાંગણામાં પોતાના કેન્દ્વની સ્થાપના માટે 20,761 કરોડનું રોકાણ કરશે. AWS ક્લાઉડ જે હૈદરાબાદમાં 2022 માં શરૂ થાય તેવી સંભાવના છે. ટી રામા રાવની દાવોસના પ્રવાસ દરમિયાન એમેઝોન વેબ સર્વિસના અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. જે બાદ રોકાણ માટે સહમત થયા હતા.

એમેઝોન વેબ સર્વિસે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં નવા AWS એશિયા રિજન' માં શરૂઆતમાં ત્રણ એમેઝોન ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવશે.

આ અંગે એમેઝોન ઈન્ટરનેટ સર્વિસીના પ્રેસિડેન્ટ કમર્શિયલ બિઝનેસ પુનીત ચંડોકે જણાવ્યું હતું કે, 'નવું ASW હૈદરાબાદમાં ડેવલોપ થશે. સ્ટાર્ટ અપ સાહસ સાથે જ સરકાર, શિક્ષણ ક્ષેત્ર અને બિન-લાભકારી સંસ્થાઓને તેમની એપ્લિકેશન ચલાવવામાં સક્ષમ બનાવશે. જેનાથી તેઓ ભારતમાં ડેટા સેન્ટરના વપરાશકર્તાઓની સેવા કરી શકશે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ વિસ્તરણ ભારત જેવા ઝડપથી વિકસતા બજારની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.