નવી દિલ્હી: ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોન ઈન્ડિયાએ સોમવારે કહ્યું કે, અમે ભારતીય રેલવે સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે અને દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ગ્રાહકોને ઝડપથી માલ પહોંચાડવા માટે 55 માર્ગો સુધી તેની કામગીરી લંબાવી છે.
ગયા વર્ષે એમેઝોન ઈન્ડિયાએ 13 માર્ગો પર શહેરો વચ્ચે ઇ-કોમર્સ સામાનોના પરિવહન કરવા માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી કરી હતી અને કોલકાતા અને મુંબઇમાં ગ્રાહકો માટે સામાન લેવા માટેના કેન્દ્રો પણ સ્થાપ્યા હતાં.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, એમેઝોન ભારત દેશભરમાં રેલવે દ્વારા માલ પહોંચાડશે અને ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલા 'કોવિડ -19 પાર્સલ સ્પેશિયલ ટ્રેન'ના 55 રૂટનો ઉપયોગ કરી રહ્યું છે.
ભારતીય રેલ્વેએ રેલવે બોર્ડ અને રેલવેના પશ્ચિમ, મધ્ય, ઉત્તરી, પૂર્વ, દક્ષિણ, દક્ષિણ- પૂર્વ, ઉત્તર -પૂર્વીય સરહદ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનની સહાયથી પરિવહન સહાય પૂરી પાડવાનું શરૂ કર્યું છે.