નાણાં ભંડોળ ભેગુ કરવા(મૂડી એકઠી કરવા) માટે બનેલી વિશેષ સમિતિએ 8 જાન્યુઆરી બેઠક યોજી હતી. જેમાં સમિતિએ QIP આધારે ઈક્વિટી શેર બહાર પાડવાની મંજૂરી આપી હતી. તેમજ સમિતિ વધુમાં વધુ પાંચ ટકાનું વળતર આપી શકે છે.
કંપનીએ બુધવારે જાણકારી આપતા જણાવ્યું કે, નિર્દેશકોની વિશેષ સમિતિએ QIP ઈસ્યુ કરવા 452.09 રૂપિયા પ્રતિ શેરનો ભાવ નક્કી કર્યો છે.
મૂડી એકઠી કરવા માટે બનેલી સમિતિએ 8 જાન્યુઆરીના રોજ થયેલી બેઠકમાં QIPના આધારે ઈક્વિટી શેર બહાર પાડવાની મંજૂરી આપી છે. સમિતિ આધાર દરે વધુમાં વધુ 5 ટકાનું વળતર આપી શકે છે.
કંપનીએ જણાવ્યું હતું કે, FCCBના આધારે 452.09 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપની શેરધારકો પહેલા QIP અને FCCB બંન્નેના પ્રસ્તાવોને મંજૂરી આપી ચુકી છે. કંપની આ નાણાનો ઉપયોગ સમાયોજિત કુલ આવકની ચુકવણી કરવા તેમજ નેટવર્કમાં કરશે.