ETV Bharat / business

એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી - Airport Sector News

દેશના એરપોર્ટ ક્ષેત્ર (Airport Sector) માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. નાગરિક ઉડ્ડયન સચિવ (Secretary of Civil Aviation) રાજિવ બંસલે (Rajiv Bansal) કહ્યું હતું કે, વર્ષ 2020-21થી શરૂ થનારા પાંચ વર્ષના સમયગાળામાં એરપોર્ટ ક્ષેત્ર (Airport Sector) માટે કુલ 90,000 કરોડ રૂપિયાનું રોકાણ (Investment) કરવામાં આવશે, જેમાંથી 68,000 કરોડ રૂપિયાનું રોકાણ (Investment) ખાનગી કંપનીઓ (Private Companies) અને બાકીનું રોકાણ AAI કરશે.

એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ

author img

By

Published : Nov 25, 2021, 3:39 PM IST

  • દેશના એરપોર્ટ ક્ષેત્ર માટે મહત્ત્વના સમાચાર
  • એરપોર્ટ ક્ષેત્રે 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ
  • નાગરિક ઉડ્ડયન સચિવ રાજિવ બંસલે આપી માહિતી

નવી દિલ્હીઃ દેશના એરપોર્ટ ક્ષેત્ર (Airport Sector) માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. એરપોર્ટ ક્ષેત્રમાં આગામી 5 વર્ષમાં 90,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આમાંથી 68,000 કરોડ રૂપિયાનું રોકાણ ખાનગી કંપનીઓ (Private Comnapies) દ્વારા કરવામાં આવશે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી.

કોરોના મહામારીના કારણે અનેક ફ્લાઈટ્સ રદ થઈ હતી

કોરોના વાઈરસ (Corona Virus) મહામારીથી અસરગ્રસ્ત નાગરિડ ઉડ્ડયન ક્ષેત્ર (Airport Sector) ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે અને દૈનિક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 4 લાખના કોવિડ-પૂર્વ સ્તરની નજીક છે. મહામારીના કારણે ઘરેલુ (Domestic) અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાઓને (International Aviation Services) પણ રદ કરવામાં આવી હતી.

20,000થી 22,000 કરોડ રૂપિયાનું રોકાણ AAI કરશે

નાગરિક ઉડ્ડયન સચિવ (Secretary of Civil Aviation) રાજિવ બંસલે (Rajiv Bansal) કહ્યું હતું કે, વર્ષ 2020-21થી શરૂ થનારા પાંચ વર્ષના સમયગાળામાં એરપોર્ટ માટે કુલ 90,000 કરોડ રૂપિયાનું રોકાણ (Investment) કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કુલ રોકાણમાંથી લગભગ 20,000થી 22,000 કરોડ રૂપિયાનું રોકાણ (Investment) ભારતીય એરપોર્ટ ઓથોરિટી (Airports Authority of India- AAI) દ્વારા કરવામાં આવશે, જ્યારે અન્ય રોકાણ (Investment) લગભગ 68,000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓ (Private Companies) કરશે.

અત્યારે દેશમાં 136 એરપોર્ટ કાર્યરત છે

સરકારને આશા છે કે, 5 વર્ષમાં 220 એરપોર્ટ (Airport) કાર્યરત્ હશે અને આમાં હેલિપોર્ટ (Heliport) પણ શામેલ હશે. વર્તમાનમાં દેશમાં 136 એરપોર્ટ (Airport) કાર્યરત્ છે અને અન્ય એરપોર્ટ પર કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરપ્રદેશના જેવરમાં નવા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.