મુંબઈ: કોરોના વાઇરસ રોગચાળાને કારણે 3 મે સુધી બધી ફ્લાઇટ્સ રદ થવાને કારણે એર એશિયા ઇન્ડિયાએ તેના કર્મચારીઓના એપ્રિલના પગારમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. જે કર્મચારીઓનો પગાર દર મહિને 50 હજાર અથવા તેથી ઓછા છે, તેમના પગાર નહીં કાપવામાં આવે. આ અગાઉ અન્ય સ્થાનિક એરલાઇન્સ, જેમ કે ઈન્ડિગો, સ્પાઇસ જેટ અને વિસ્તારા પણ આવી જ ઘોષણા કરી ચૂકી છે.
એર એશિયા ઇન્ડિયાએ તેના કર્મચારીઓના પગારમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. સિનિયર મેનેજમેન્ટના પગારમાં 20 ટકાનો ઘટાડો થશે, જ્યારે અન્ય કેટેગરીમાં આવતા અધિકારીઓના પગારમાં 17 ટકા, 13 ટકા અને સાત ટકાનો ઘટાડો કરવામાં આવશે.