- રાજ્યની પ્રજા પર વધુ એક ભારણ
- CNGના ભાવમાં થયો વધારો
- ગુજરાત ગેસ દ્વારા પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો
ન્યુઝ ડેસ્ક: અદાણી બાદ હવે ગુજરાત ગેસ દ્વારા તારીખ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા ગત 8મી જુલાઈએ CNG માં 68 પૈસાનો અને PNG મએમએમબીટીયુ દીઠ રૂ.11.43નો વધારો ઝીંક્યો હતો. હવે ગુજરાત ગેસએ 2 રૂપિયાનો વધારો કરતા CNG વાહનચાલક પર બોજો આવશે. જો કે ગુજરાત ગેસ કંપનીએ PNG માં કોઈ ભાવવધારો નથી કર્યો. CNGનો જૂનો ભાવ જે પહેલાં 52.45 રૂપિયા હતો તે હવે વધીને 54.45 રૂપિયા થઇ ગયો આ સાથે ગુજરાત ગેસએ CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરતા CNGનો જૂનો ભાવ જે પહેલાં 52.45 રૂપિયા હતો તે હવે વધીને 54.45 રૂપિયા થઇ ગયો છે.
લોકોને વધુ એક ઝટકો
એક બાજુ આવાં કોરોનાકાળમાં લોકો પહેલેથી જ પરેશાન છે તેમજ કેટલાંકના નોકરી-ધંધા પણ બરાબર નથી ચાલી રહ્યાં એવી પરિસ્થિતિમાં રોજ સવાર પડે ને કોઈને કોઈ વસ્તુમાં ભાવ વધારાનો બોજો પડતા જ જનતાને જોરદાર ઝટકો લાગે છે. રાજ્યમાં સાડા 6 લાખથી વધુ CNG વાહનો છે અને ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં 450થી વધુ પંપ છે. આ તમામ વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજો આવશે. ગુજરાત ગેસે 2 રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં CNGનો સૌથી ઊંચો ભાવ તો અદાણી ગેસનો જ રહેશે. હાલમાં અદાણીના CNGના ભાવ 55.30 રૂપિયા છે.
આ પણ વાંચો : NMP પર મમતા બેનરજીનો વિરોધ, કહ્યું- કેન્દ્ર સરકાર જે સંપત્તિ વેંચી રહી છે તે ભાજપ કે નરેન્દ્ર મોદીની નથી
PNGના ભાવમાં કોઈ વધારો નહીં
ઘર વપરાશનાં ગેસ PNG માં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી પ્રજાજનને થોડી રાહત સૂત્રોના કહેવા અનુસાર, છેલ્લાં દોઢેક વર્ષથી CNG નાં ભાવમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. આ દરમિયાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી આ ભાવવધારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે CNG મોંઘા બનાવવા સિવાય ઘર વપરાશનાં ગેસ PNG માં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી પ્રજાજનને થોડી રાહત જરૂર છે.
આ પણ વાંચો : Women's Equality Day 2021 : નારી આજની તારીખમાં પણ પોતાના હક્ક માટે સંઘર્ષ કરી રહી છે