ETV Bharat / business

RBI ગવર્નર બોલ્યા - અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા જરૂરી - NBFC

RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં વ્યાપારી બેંકો (Commercial Banks) માટે જોખમ આધારિત આંતરિક ઓડિટ સિસ્ટમને મજબૂત કરવામાં આવી. તેમણે કહ્યું કે, આ સાથે જ RBIએ અનુકૂળ નાણાકીય ક્ષેત્રના નિર્માણ માટે બેંકો, NBFCsમાં મજબૂત વહીવટી માળખા પર ભાર આપ્યો.

અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા જરૂરી

author img

By

Published : Oct 25, 2021, 4:44 PM IST

  • દેશ માટે ઑડિટ મહત્વપૂર્ણ, મજબૂત વ્યવસ્થા જરૂરી
  • સાર્વજનિક ખર્ચના નિર્ણય આ રિપોર્ટ પર આધારિત
  • પહેલાથી વધારે આર્થિક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) સોમવારના જણાવ્યું કે, અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા (Audit system) જરૂરી છે, કેમકે આનાથી નાગરિકોમાં ભરોસો પેદા થાય છે. તેમણે નેશનલ એકેડમી ઑફ ઑડિટ એન્ડ એકાઉન્ટ્સ (National Academy of Audit and Accounts)માં અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું કે, ઑડિટ દેશ માટે મહત્વપૂર્ણ છે, કેમકે સાર્વજનિક ખર્ચના નિર્ણય આ રિપોર્ટ પર આધારિત હોય છે.

ઑડિટની ગુણવત્તામાં સુધારાની જરૂરિયાત

તેમણે કહ્યું કે, ઉપલબ્ધ આંકડાઓના આધાર પર પહેલાથી વધારે આર્થિક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. આ કારણે ખોટી જાણકારીના કારણે અપેક્ષાથી નીચો નિર્ણય થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઑડિટની ગુણવત્તામાં સુધારાની જરૂરિયાત છે. આ કારણે રિઝર્વ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ઑડિટમાં સુધારા માટે ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયાની સલાહથી અનેક પગલા ઉઠાવવામાં આવ્યા છે.

આંતરિક ઓડિટ સિસ્ટમને મજબૂત કરવામાં આવી

દાસે કહ્યું કે, RBI માપદંડોના સુધારા માટે સતત ઑડિટિંગના ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. RBI ગવર્નરે જણાવ્યું કે, આ વર્ષે જાન્યુઆરીમાં વ્યાપારી બેંકો માટે જોખમ આધારિત આંતરિક ઓડિટ સિસ્ટમને મજબૂત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, RBIએ અનુકૂળ આર્થિક ક્ષેત્રના નિર્માણ માટે બેંકો, NBFCમાં મજબૂત વહીવટી વ્યવસ્થા પર ભાર આપ્યો.

આ પણ વાંચો: સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketમાં સુસ્તી, સેન્સેક્સ 62 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 22 પોઈન્ટ ગગડ્યો

આ પણ વાંચો: ઉચ્ચ ફુગાવા છતાં ભારત સહિતની ઉભરતી અર્થવ્યવસ્થાઓની સુધરી રહી છે સ્થિતિ, ઑક્સફોર્ડ ઇકોનોમિક્સનો રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.