- વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
- ઘણા દિવસ પછી આજે સપ્તાહના ચોથા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 224 તો નિફ્ટી (Nifty) 70 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે ભારતીય શેર બજારમાં (Share Market) બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 224.86 પોઈન્ટ (0.43 ટકા)ના વધારા સાથે 52,668.57ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 70.60 પોઈન્ટ (0.45 ટકા)ના વધારા સાથે 15,780ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ RBIનો બેન્કોને નિર્દેશ, લીબોરની જગ્યાએ અપનાવો વૈકલ્પિક સંદર્ભ દર
આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે
આજે ભારતીય શેર બજારની (Share Market) ઘણા દિવસ પછી ઉછાળા સાથે શરૂઆત થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસભર મારૂતિ (Maruti), એક્સિસ બેન્ક (Axis Bank), બાયોકોન (Biocon), એનજીએલ (MGL) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચોઃ IIFL હોમ ફાઇનાન્સ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂ ખુલ્યો, વર્ષે 10.03 ટકા વ્યાજ
CDMO પોતાનો IPO 4 ઓગસ્ટે લોન્ચ કરશે
ડોમેસ્ટિક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન (CDMO) પોતાનો IPO 4 ઓગસ્ટે લોન્ચ કરશે. આમાં 165 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યુ હશે અને 51,42,067 ઈક્વિટી શેર વર્તમાન શેરહોલ્ડર્સ વેંચશે. ઓફર ફોર સેલમાં પ્રમોટર વિમલા વિન્ડલાસ 11.36 લાખ અને ઈન્વેસ્ટર તાનો ઈન્ડિયા (Tano India) પ્રાઈવેટ ઈક્વિટી ફંડ 40,06,067 ઈક્વિટી શેર વેચશે. Tano India કંપનીમાં પોતાની પૂરી 22 ટકા ભાગીદારી વેંચીને નીકળી જવાની તૈયારીમાં છે. કંપની આગામી કેટકાલ દિવસોમાં IPOના પ્રાઈસ બેન્ડની જાહેરાત કરશે. કંપનીનો ઈશ્યુ 4 ઓગસ્ટે ખુલશે અને 6 ઓગસ્ટે બંધ થશે.