ETV Bharat / briefs

પ્રથમ ટેસ્ટ: IND vs BAN, બીજા દિવસની રમતના અંતે 493/6, મયંક અગ્રવાલ ઝળક્યો

author img

By

Published : Nov 15, 2019, 9:41 AM IST

Updated : Nov 15, 2019, 7:28 PM IST

ઈન્દોર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે 496 રન પર 6 વિકેટ ગુમાવી હતી. જ્યારે પીટ પર રવીન્દ્ર જાડેજા 60 અને ઉમેશ યાદવ 25 રન પર રમી રહ્યાં છે. જ્યારે ભારતે 343 રનની લીડ પણ મેળવી લીઘી છે.

india vs bangladesh 1st test day 1 highlights

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતને અંતે ભારતે 496 રન પર 6 વિકેટ ગુમાવી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા 60 અને ઉમેશ યાદવ 25 રન પર રમી રહ્યાં છે. મેચમાં મયંક અગ્રવાલે કરીયરની બીજી બેવડી સદી ફટકારી હતી. તેને 28 ચોક્કા અને 8 છગ્ગાની મદદથી 243 રન ફટકાર્યા હતાં. બાંગ્લાગેશ માટે અબુ જાયેદે સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બીજા દિવસની શરુઆતમાં જ બાંગ્લાદેશના બોલરોએ ભારતની બેટિંગ પર દબાવ કરતા 2 મોટી વિકેટ ઝડપી હતી. જેમાં ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. ચેતેશ્વર પુજારા 54 તો કોહલી ઝીરો પર આઉટ થયા હતો.

પ્રથમ ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા (6)ના સ્કોર પર 14 રને પર પહેલો ઝટકો લાગ્યો હતો. અબુ ઝાયદે લિટનદાસના હાથે કેચ આપીને રોહિતને પેવેલિયન મોકલ્યો હતો.

આ પહેલા ભારતે બાંગ્લાદેશની ટીમને 150 રનમાં આઉટ કરી દીધી હતી. બાંગ્લાદેશે બીજી સેશનના અંત સુધીમાં સાત વિકેટ પર 140 રન બનાવ્યા હતા, પરંતુ મહેમાન ટીમે ત્યારબાદ 10 રનની અંદર જ પોતની ત્રણ વિકેટ ગૂમાવી દીધી અને 150 રનમાં ઢેર થઈ ગઈ.

ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી. શમીએ સતત બે બોલમાં 2 વિકેટ લીધી અને ત્યારબાદની ઓવરની પ્રથમ બોલ પર હેટ્રિક લેવા માટે ચૂકી ગયા હતા. આ સિવાય ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને 2-2 વિકેટ ઝડપી.

અશ્વિને પણ ટેસ્ટ ક્રિકેટમાં તેની 250 વિકેટ પૂર્ણ કરી છે. અશ્વિન ભારતીય ધરતી પર સૌથી ઝડપી 250 વિકેટ લેનારા ત્રીજા સ્પિનર બની ગયા છે. તેમની આગળ અનિલ કુંબલે અને હરભજન સિંહ છે.

Last Updated : Nov 15, 2019, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.