ETV Bharat / briefs

જંગલની જામીન પર ખેતી કરતા 3000 આદિવાસી સમુદાયના લોકોને આદેશપત્ર મળશે

નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વનની જગ્યા પર ખેતી કરતા આદિવાસી સમુદાયના લોકોને આદેશપત્ર આપવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે સોમવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જે.બી. પારડીવાલાની ડિવિઝન બેન્ચ સમક્ષ રાજ્ય સરકારે 4 સપ્તાહમાં 3 હજાર આદિવાસી સમુદાયના લોકોને આદેશપત્ર આપવાની ખાતરી આપી છે.

author img

By

Published : Jul 13, 2020, 6:31 PM IST

જંગલની જમીન પર ખેતી કરતા 3000 આદિવાસી સમુદાયના લોકોને આદેશપત્ર મળશે

અમદાવાદ: નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વનની જગ્યા પર ખેતી કરતા આદિવાસી સમુદાયના લોકોને આદેશપત્ર આપવાની જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જે અંગે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જે.બી. પારડીવાલાની ડિવિઝન બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અરજદાર એક્શન રિસર્ચ ઈન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવેલપમેન્ટ તરફથી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે નર્મદા જિલ્લા કમિટી દ્વારા જંગલની જમીન ખેડવાની માગ સાથે જુલાઈ 2019માં 1376 દાવા આંશિક મંજુર કરવામાં આવ્યા હતા અને 1018 દાવા હજી રાજપીપળા પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર સમક્ષ પેન્ડિંગ પડ્યા છે.

કોર્ટમાં સરકાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે આગામી ચાર સપ્તાહમાં આ 3,000 આદિવાસી સમુદાયના લોકોને આદેશ આપી દેવામાં આવશે. બંને તરફની રજૂઆત સાંભળ્યા બાદ અને રાજ્ય સરકાર તરફના સરકારી વકીલની ખાતરી બાદ હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.