પોરબંદર સંસદિય વિસ્તારમાં ૭ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ૮,૬૩,૯૭૩, પુરૂષ, ૭,૯૬,૯૪૭ મહિલા અને ૧૨ થર્ડ જેન્ડ એમ કુલ ૧૬,૬૦,૯૩૨ મતદારો માટે ૧,૮૫૪ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી માટે કુલ મતદાન મથકો ઉપર ૯,૨૭૦ મતદાન સ્ટાફ ફરજ બજાવશે.
જયારે ૧,૨૦૫ મતદાન સ્ટાફ રીઝર્વ રાખવામાં આવેલ છે. ચૂંટણી માટે કુલ ૨૨૪૫ કંન્ટ્રોલ યુનીટ (CU) ૨૩૭૮ VVPAT અને ૪૧૮૮ BUની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૧,૮૫૪ મતદાન મથક મુજબ ૧,૮૫૪ કંન્ટ્રોલ યુનીટ (CU), ૧,૮૫૪ VVPAT અને ૩,૭૦૮ BU(પ્રત્યેક મતદાન મથકમાં બે મુજબ ૧૭ હરિફ ઉમેદવાર હોવાથી) ની ફાળવણી કરવામાં આવી છે. તેમજ બાકીના મશીન રીઝર્વ રાખવામાં આવ્યા છે. જેનો મતદાન મથક પર મશીન ખરાબ થાય કે, કોઇ પ્રોબ્લેમ થાય ત્યારે તુરંત બદલી શકાય.
Intro:Body:
૧૧-પોરબંદર લોકસભાની ચૂંટણી યોજવા ચૂંટણીતંત્ર સજ્જ...”
ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
૧૬,૬૦,૯૩૨ મતદારો ૧૮૫૪ મતદાન મથક પર ૧૭ હરિફ ઉમેદવારોનું ભાવી નકકિ કરશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ તા. ૨૩ એપ્રીલના રોજ યોજાશે. ત્યારે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મુકેશ પંડયાના માર્ગદર્શન અનુસાર ૧૧-પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને પૂર્ણ કરવામાં આવી છે.
૧૧-પોરબંદર સંસદિય વિસ્તારમાં ૭ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ૮,૬૩,૯૭૩, પુરૂષ, ૭,૯૬,૯૪૭ મહિલા અને ૧૨ થર્ડ જેન્ડ એમ કુલ ૧૬,૬૦,૯૩૨ મતદારો માટે ૧૮૫૪ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી માટે કુલ મતદાન મથકો ઉપર ૯૨૭૦ મતદાન સ્ટાફ ફરજ બજાવશે. જયારે ૧૨૦૫ મતદાન સ્ટાફ રીઝર્વ રાખવામાં આવેલ છે. ચૂંટણી માટે કુલ ૨૨૪૫ કંન્ટ્રોલ યુનીટ (CU) ૨૩૭૮ VVPAT અને ૪૧૮૮ BU ની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૧૮૫૪ મતદાન મથક મુજબ ૧૮૫૪ કંન્ટ્રોલ યુનીટ (CU) ૧૮૫૪ VVPAT અને ૩૭૦૮ BU(પ્રત્યેક મતદાન મથકમાં બે મુજબ ૧૭ હરિફ ઉમેદવાર હોવાથી) ની ફાળવણી કરવામાં આવી છે તેમજ બાકીના મશીન રીઝર્વ રાખવામાં આવ્યા છે જેનો મતદાન મથક પર મશીન ખરાબ થાય કે કોઇ પ્રોબ્લેમ થાય ત્યારે તુરંત બદલી શકાય.
ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે વિગતો આપતા ૧૧-પોરબંદર સંસદિય વિસ્તારના ચૂંટણી અધિકારી અને કલેકટરએ મતદારોને અનુરોધ કરી જણાવ્યું કે તા.૨૩, એપ્રિલ મંગળવારનાં રોજ મતદાન યોજાશે ત્યારે લોકશાહીના આ મહાન પર્વને સફળ બનાવવા આપણે સૌ તા.૨૩ એપ્રિલ મતદાનનો દિવસ યાદ રાખી જરૂર મતદાન કરીએ. ઉનાળાની ગરમીને ધ્યાને લઇ ચૂંટણી પંચ ધ્વારા મતદાનનો સમય સવારના ૭ થી સાંજના ૬ કલાક સુધી રખવામાં આવ્યો છે.
ચૂંટણીખર્ચ પર નિયંત્રણ માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક-૭, ફલાઇંગ સ્કવોડની ૨૧ ટીમ, સ્ટેટીક સર્વેલન્સનીની ૨૧ ટીમ, વિડીયો સર્વેલન્સની ૧૭ ટીમ, અને વિડીયો વ્યુઇંગની ૧૨ ટીમો કાર્યરત છે. તેમણે કહ્યું કે છેલ્લાં ૭૨ કલાક દરમ્યાન ચૂંટણીપંચની સુચના મુજબ એફ.એસ.ટી અને એસ.એસ.ટી. ની ટીમ વધારી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે.
રાજકીય પક્ષો તથા ઉમેદવારઓની માંગણી પરત્વે સભા, સરઘસ, રેલી, હોર્ડિંગ્સ, બેનર મંજુરી તથા વાહનોની પરમીટ અંગેની વ્યવસ્થા માટે સિંગલ વિન્ડો સિસ્ટમથી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાકક્ષાએ EVM-VVPAT નિદર્શન માટે તૈયાર કરવામાં આવેલ મતદાર જાગૃતિ રથ દ્રારા જિલ્લાનાં તમામ મતદાન મથકોને આવરી લેવામાં આવ્યા છે. EVM-VVPAT નિદર્શન કાર્યક્રમ હાથ ધરીને લોકોને પ્રત્યક્ષ રીતે માહિતગાર કરવામાં આવ્યા છે. મતદારોની જાગૃતિ વધારવા સ્વીપ અંતર્ગત જિલ્લામાં સંખ્યાબંધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં મતદાર કાપલીનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યુ હતું.
કલેકટરએ કહ્યું કે, વિકલાંગ, પ્રજ્ઞાચક્ષુ (અંધજનો) અને વૃધ્ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે વ્હીલચેર તેમજ માગણી મુજબ ટ્રાન્પોર્ટેશન સહિતની ખાસ સુવિધાઓ આપવામાં અવી છે. ૧૧-પોરબંદર સંસદિય વિસ્તારમાં મહિલા કર્મચારી સંચાલીત સખી મતદાન મથકો-૩૫ છે. તેમજ દિવ્યાંગ કર્મચારી સંચાલીત મતદાન મથકો-૭ રહેશે. આ તમામ સ્ટાફને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.
પોલીંગ સ્ટાફને મતદાન મથકે લાવવા લઇ જવા માટે કુલ પર્યાપ્ત બસોની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.ઉપરાંત ૧૯૯ ઝોનલ રૂટ નકિક કરાયા છે. સંવેદનશીલ મતદાન મથક પર કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પોલીસ બંદોબસ્ત અને એસ.આર.પી. તથા કેન્દ્રીય પોલીસ બળ ફરજ બજાવશે. પોરબંદર જિલ્લામાં મતદારોને માર્ગદર્શન માટે પ્રત્યેક કુઠુંબ દિઠ એક મુજબ એમ ૧૪૨૬૧૨ વોટર ગાઇડનું વિતરણ કરવામાં આવી રહયુ છે, ૧,૩૬,૧૦૯ વોટર ગાઇડનું વિતરણ પણ કરી દેવામાં આવ્યુ છે.
Attachments area
Conclusion: