વધુમાં જણાવીએ તો આ પહેલા રાજકુમાર ગુપ્તાએ "નો વન કિલ્ડ જેસિકા" અને "રેડ" નામની ફિલ્મો બનાવી છે. 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' 24 મે 2019ના દિવસે રીલિઝ થશે. અર્જુન કપૂરે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મુવીનો ફર્સ્ટ લુક શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, "તમારી સમક્ષ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડને રજૂ કરતાં ગર્વ અનુભવુ છું. સત્ય ઘટનાઓ પર આધારીત એક અવિશ્વસનીય સ્ટોરીનું ટિઝર કાલે રીલિઝ થશે."
આ પોસ્ટરમાં અર્જુન કપૂરનું કેરેક્ટર ઇન્ટેન્સ અને સ્ટ્રોંગ જોવા મળે છે. જો કે ફોટોમાં કંઇ ખાસ રિવીલ કરવામાં આવ્યું નથી. અર્જુન કપૂરનો અડધો ચહેરો જોવા મળી રહ્યો છે. આ ફોટામાં અર્જુનની આંખ આક્રમક છે. અર્જુન કપૂરના લુક પર અનેક સેલેબ્સે પણ કમેન્ટ કરી છે.
વરૂણ ધવને કહ્યું કે, "આંખે" તો આ તરફ મલાઇકા અરોરાએ ફાયર ઇમોજી શેર કર્યો છે જ્યારે પરિણીતિ ચોપરાએ કહ્યું- ફેસ જોવા મળતો નથી. બેસ્ટ.
ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ બાદ અર્જુન કપૂર સંદીપ અને પિંકી ફરાર, પાનીપતમાં જોવા મળશે. ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં અર્જુન કપૂર ઉપરાંત અમૃતા પુરી, રાજેશ શર્મા મહત્વની ભુમિકામાં જોવા મળશે. જો કે, અર્જુન કપૂરની છેલ્લી ફિલ્મ "નમસ્તે ઇંગ્લેન્ડ" બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી.