ETV Bharat / briefs

મહિસાગરમાં 1642 દિવ્યાંગ મતદારો મતદાન માટે સંકલ્પબધ્ધ - mahisagar

મહિસાગરઃ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તા. 23/04/2019 ના યોજાવાની છે. લોકસભાની ચૂંટણી ન્યાયી, મુક્તપણે, તટસ્થ, નિર્ભયપણે અને પ્રલોભન વિના યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કવાયત કરી રહ્યું છે, ત્યારે જિલ્લાના તમામ મતદારોને લોભ-લાલચ કે પ્રલોભન વગર અને નિર્ભયપણે મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી બારડે નગરપાલિકા હૉલ, લુણાવાડા ખાતે યોજાયેલા મતદાર જાગૃતિ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 6:41 PM IST

દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે સુગમ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં જિલ્લામાં 1642 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. 162 જરૂરિયાંતમંદ દિવ્યાંગ માટે દરેક બૂથ ઉપર વ્હીલચેરની વ્યવસ્થા, 162 પ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ લીપી ભાષમાં બનાવેલા ખાસ મતપત્રકોની સુવિધા ઉપલબ્ધ કરાશે. દિ્યાંગ મતદારો માટે સહાયકની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ નોંધણી તથા નામ ચકાસણીની સેવાઓ હવે www.nvsp.in પર આંગળીના એક ક્લિક પર ઉપસ્થિત થશે.

દરેક મતદાન મથક પર મતદાન સહાયતા બૂથ તથા મતદારોને સહાયતા માટે BLOની હાજરી રહેશે. મતદાન મથક ઉપર પીવાનું પાણી તડકાના સુરક્ષા માટે શેડ અને શૌચાલયની સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. પુરુષો તથા મહિલાઓ માટે જુદી-જુદી કતાર અને દર એક પુરુષ દીઠ બે મહિલાઓ મતદાન કેન્દ્રમાં પ્રવેશ આપવા માટેની સુવિધા, વૃદ્ધ, અશક્ત દિવ્યાંગ મતદારો તેમજ સગર્ભા મહિલાઓને કતારમાં ઉભા રહેવામાંથી મુક્તિ, દિવ્યાંગ,અશક્ત તથા જરૂરીયાતમંદ વૃદ્ધ મતદારો માટે મતદાન કેન્દ્રો ઉપર ઉપલબ્ધ વિલચેર અને રેમ્પની સુવિધા, પ્રજ્ઞાચક્ષુ મતદારો ઉમેદવારો વિશેની માહિતી માટે બ્રેઈલમાં બનાવેલા ખાસ મતપત્રક દરેક મતદાન મથક પર ઉપલબ્ધ હશે.

MSR
સ્પોટ ફોટો

મતદાન મથક પર દિવ્યાંગ જનોની ટ્રાઇસિકલ માટે અલાયદી પાર્કિંગ સુવિધા અને દિવ્યાંગ અશક્ત તથા મુક-બધિર મતદારો માટે સહાયકની સુવિધા તથા પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે સહાયકને મત કુટીરમાં સાથે લઈ જવાની છૂટની વ્યવસ્થા વિશે જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે જાણકારી આપી હતી.

સ્પેશિયલ ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ અને ડિસ્ટ્રીક્ટ આઇકન સોમીબેન ડામોરે દિવ્યાંગજનોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, અક્ષંમતાઓ ભલે હોય પડકાર કરી બતાવવાનો છે. નિર્ધાર, દિવ્યાંગ તરીકે હું આપીશ લોકશાહીના મહાતહેવારમાં મારૂં અચૂક યોગદાન, મારો મત મારો મતાધિકાર ઉલ્લેખ કરતા મતદાન કરવા તમામ મતદારો અને દિવ્યાંગજનોને અપીલ કરી હતી. ઉપરાંત EVM VVPAT અને નોટા વિશે પણ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મતદારો માટે EVM અને VVPATનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગજનો મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લઇ સંદેશ આપ્યો હતો.

આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એચ. વાણીયા બાળ સુરક્ષા અધિકારી નિરવ આર. પંડ્યા, બ્રેઇનલીપીના ટ્રેઇનર યુસુફભાઇ કાપડીયા, હિરેનભાઇ તેમજ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ, નગરજનો, દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.

 R_GJ_MSR_01_11-APRIL-19_DIVYANG MATADAR_SCRIPT_PHOTO-4_RAKESH  

       લુણાવાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જિલ્લામાં 1642 દિવ્યાંગ મતદારો મતદાન માટે સંકલ્પબધ્ધ
લુણાવાડા, 
      મહિસાગર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તારીખ. 23/04/2019 ના રોજ યોજાનાર છે. લોકસભાની ચૂંટણી
 ન્યાયી, મુક્તપણે, તટસ્થ, નિર્ભયપણે અને પ્રલોભન વિના યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કવાયત કરી રહ્યું છે, 
ત્યારે જિલ્લાના તમામ મતદારો લોભ-લાલચ કે પ્રલોભન વગર અને નિર્ભયપણે મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી
આર.બી બારડે નગરપાલિકા હોલ, લુણાવાડા ખાતે યોજાયેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું.
         જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી. બારડે ઉપસ્થિત  જિલ્લાના દિવ્યાંગ મતદારોને મતદાન કરવા માટે જાણકારી 
આપતા જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. લોકશાહીના મજબૂતી માટે તમામ મતદારોએ મત
દાન કરવું જોઈએ કોઈપણ પ્રકારની આળસ રાખ્યા સિવાય યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને પુરુષ મતદારો મતદાન કરવા
 માટે આગળ આવે અને મતદાન કરી લોકતંત્રના મહા ઉત્સવને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો. મતદાન કરવું એ 
દરેક નાગરિકનો હક છે. મતદાન કરવાનું ચૂકશો નહીં, મતદાન એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે ત્યારે લોકસભાની 
ચૂંટણીમાં મહિસાગર જિલ્લામાં સો ટકા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા હેતુસભર પ્રયાસો જિલ્લા 
ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે જેથી તારીખ 23મી એપ્રિલે જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે 
ત્યારે સૌ મતદારોને મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી  આર.બી.બારડે આહવાન કરતા જણાવ્યું હતું કે, જીલ્લાના
 દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે સુગમ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં જિલ્લામાં 1642 દિવ્યાંગ
 મતદારો  નોંધાયા છે. 162 જરૂરિયાંતમંદ દિવ્યાંગ માટે દરેક બુથ ઉપર વ્હીલચેરની વ્યવસ્થા, 162 પ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ 
લીપી ભાષમાં બનાવેલા ખાસ મતપત્રકોની સુવિધા ઉપલબ્ધ કરાશે. દિ્યાંગ મતદારો માટે સહાયકની વ્યવસ્થા કરવામાં
 આવશે. સાથો સાથ નોંધણી તથા નામ ચકાસણીની સેવાઓ હવે www.nvsp.in પર આંગળીના એક ક્લિક પર
 ઉપસ્થિત થશે. દરેક મતદાન મથક પર મતદાન  સહાયતા બુથ તથા મતદારોને સહાયતા માટે BLO ની હાજરી રહેશે.
     મતદાન મથક ઉપર પીવાનું પાણી તડકાના સુરક્ષા માટે શેડ, અને  શૌચાલયની સગવડ ઉપલબ્ધ  કરવામાં આવશે. 
પુરુષો તથા મહિલાઓ માટે જુદી-જુદી કતાર અને દર એક પુરુષ દીઠ બે મહિલાઓ મતદાન કેન્દ્રમાં પ્રવેશ આપવા માટેની
 સુવિધા, વૃદ્ધ, અશક્ત દિવ્યાંગ મતદારો તેમજ સગર્ભા મહિલાઓને કતારમાં ઉભા રહેવામાંથી મુક્તિ, દિવ્યાંગ,અશક્ત 
તથા જરૂરીયાતમંદ વૃદ્ધ મતદારો માટે મતદાન કેન્દ્રો ઉપર ઉપલબ્ધ વિલચેર અને રેમ્પની સુવિધા, પ્રજ્ઞાચક્ષુ મતદારો 
ઉમેદવારો વિશેની માહિતી માટે બ્રેઈલમાં બનાવેલા ખાસ મતપત્રક દરેક મતદાન મથક પર ઉપલબ્ધ હશે. મતદાન 
મથક પર દિવ્યાંગ જનોની ટ્રાઇસિકલ માટે અલાયદી પાર્કિંગ સુવિધા અને દિવ્યાંગ અશક્ત તથા મુક-બધિર મતદારો 
માટે સહાયકની સુવિધા તથા પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે સહાયકને મત કુટીરમાં સાથે લઈ જવાની છૂટની વ્યવસ્થા વિશે 
જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે જાણકારી આપી હતી.
             સ્પેશિયલ ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ અને ડિસ્ટ્રીક્ટ આઇકન  સોમીબેન ડામોરે દિવ્યાંગજનોને મતદાન કરવા 
અપીલ કરતાં જણાવ્યું હતું કે, અક્ષમતાઓ ભલે હોય પડકાર કરી બતાવવાનો છે. નિર્ધાર, દિવ્યાંગ  તરીકે  હું આપીશ  
લોકશાહીના મહાતહેવારમાં મારૂં અચૂક યોગદાન, મારો મત મારો મતાધિકાર ઉલ્લેખ કરતા મતદાન કરવા તમામ 
મતદારો અને દિવ્યાંગજનોને અપીલ કરી હતી. ઉપરાંત ઇવીએમ વીવીપેટ અને નોટા વિશે પણ માર્ગદર્શન પુરું પાડવામાં
 આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મતદારો માટે ઇવીએમ અને વીવીપેટનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગજનોએ
 મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લઇ સંદેશ આપ્યો હતો.
     આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી શિલ્પાબેન પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.એચ. વાણીયા બાળ 
સુરક્ષા અધિકારી શ્રી નિરવ આર. પંડ્યા, બ્રેઇનલીપીના ટ્રેઇનર યુસુફભાઇ કાપડીયા, હિરેનભાઇ  તેમજ ચૂંટણી પ્રક્રિયા
 સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ, નગરજનો, દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.