- કોરોનાની સારવાર માટે વધુ એક દવાને મળી મંજૂરી
- ઝાયડસ કેડિલાની 'વિરાફિન'ને DGCI દ્વારા અપાઈ મંજૂરી
- વયસ્ક દર્દીઓને ઈમરજન્સીમાં આ દવા આપી શકાશે
નવી દિલ્હી: દેશમા વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે ભારતના ડ્રગ રેગ્યુલેટર DGCIએ ઝાયડસ કેડિલાની 'વિરાફિન'ને કોરોનાની સારવારમાં ઈમરજન્સી ઉપયોગ માટે દવા તરીકે વાપરવા મંજૂરી આપી છે.
અન્ય વાયરલ સંક્રમણો સામે પણ પ્રભાવશાળી સાબિત
કંપની દ્વારા જાહેર કરાયેલી વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે, ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ વયસ્કોમાં કોરોના સંક્રમણની સારવાર માટે પેગીલેટેડ ઈંટરફેરોન 2B, 'વિરાફિન'ને ઈમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ દવા અન્ય વાયરલ સંક્રમણો સામે પણ પ્રભાવશાળી સાબિત થઈ છે.
સમયસર દવા અપાતા સંક્રમણ ઘટાડી શકાય તેમ છે
કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, "જો દર્દીને સમયસર આ દવા આપવામાં આવે તો તે સંક્રમણની અસર ઘટાડવામાં મદદ કરી શકે છે. કોવિડ-19 સામેની આ મહત્વપૂર્ણ લડતમાં અમે સારવાર માટેના મહત્વપૂર્ણ ઉપાયો આપવાનું ચાલુ રાખીશું."