પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુણેના યેવલેવાડી વિસ્તારમાં એક જાણીતી સોસાયટીમાં ઝોમેટોના ડિલિવરી બોયે યુવતીની છેડતી (Zomato delivery boy arrested for molesting girl) કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, યુવતી ઘરમાં એકલી હોવાનો ફાયદો ઉઠાવીને ઝોમેટો ડિલિવરી બોયએ તેને બળજબરીથી કિસ (Zomato delivery boy arrested In Pune) કરી હતી. જે બાદ યુવતીએ તરત જ કોંઢવા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ઝોમેટો ડિલિવરી બોયે યુવતીને બળજબરીથી કરી હતી કિસ : પોલીસે કેસ નોંધીને ઝોમેટો ડિલિવરી બોયની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ ઝોમેટો ડિલિવરી બોયની ઓળખ રઈસ શેખ તરીકે થઈ છે, જેની ઉંમર 40 વર્ષ હોવાનું કહેવાય છે. બીજી તરફ ફરિયાદ નોંધાવનાર પીડિત યુવતીની ઉંમર 19 વર્ષ જણાવવામાં આવી રહી છે. ફરિયાદી યુવતી યેવલેવાડી વિસ્તારની પ્રતિષ્ઠિત સોસાયટીમાં રહે છે. શનિવારે રાત્રે તેણે Zomato એપ દ્વારા ફૂડનો ઓર્ડર આપ્યો હતો. આરોપી રઈસ શેખ ફૂડ પાર્સલ લઈને રાત્રે 9.30 વાગ્યે તેની સોસાયટીમાં આવ્યો હતો.
પોલીસે ઝોમેટો ડિલિવરી બોયની કરી ધરપકડ : પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પીડિતા પાસેથી ખાવાનું પાર્સલ આપીને પીવાનું પાણી માંગ્યું હતું. પાણી પીધા બાદ તેણે આભાર કહેવાનું નાટક કર્યું અને પીડિતાનો હાથ પકડી લીધો. પીડિતાએ તેનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેના હાથ પકડીને પીડિત યુવતીને પોતાની પાસે ખેંચી અને તેના ગાલ પર બે વાર ચુંબન કર્યું હતું. હાલ પુણે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરશે.