ETV Bharat / bharat

વાયએસ વિજયામ્માએ YRS કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું,હવે આ પાર્ટીમાં થશે સક્રિય - Vijayamma Resignation

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીની (CM Y. S. Jagan Mohan Reddy) માતા વાયએસ વિજયમ્માએ શુક્રવારે તારીખ 8 જુલાઈ વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિજયમ્મા હવે તેમની પુત્રી શર્મિલા દ્વારા તેલંગાણામાં રચાયેલી YSR તેલંગાણા પાર્ટીમાં જોડાશે. વિજયમ્માએ YSR કોંગ્રેસના સત્રમાં આ જાહેરાત કરી હતી.

વાયએસ વિજયામ્માએ YRS કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું,હવે આ પાર્ટીમાં થશે સક્રિય

author img

By

Published : Jul 8, 2022, 10:05 PM IST

અમરાવતીઃ આંધ પ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીના (CM Y. S. Jagan Mohan Reddy) માતાએ વાયઆરએસ કોંગ્રેસમાંથી રાજીનામું (Resignation from Congress) આપી દીધું છે. હવે તેઓ પોતાની પુત્રીનું સમર્થન કરવા માટે તેલંગણામાં સક્રિય થવા જઈ રહ્યા છે. રાજીનામાની જાહેરાત કરતા વિજયમ્માએ (Vijayamma Resignation) કહ્યું કે એક માતા તરીકે તેઓ હંમેશા જગનમોહન રેડ્ડીની નજીક રહેશે. વિજયમ્માએ કહ્યું, “શર્મિલા તેના પિતાના આદર્શોને આગળ ધપાવવા માટે તેલંગાણામાં એકલી લડાઈ લડી રહી છે. મારે તેમને સમર્થન (Support to Sharmila) આપવું પડશે. હું દ્વિધામાં હતી કે શું હું બે રાજકીય પક્ષોની સભ્ય બની શકું. આવી સ્થિતિમાં મારા માટે YSR કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રાખવું મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ પુણેની લક્ષ્મી બજારમાં રેમ્બો બકરાને જોવા લોકો ઉમટ્યા, જાણો કિંમત કેટલી

શર્મિલાને સમર્થનઃ વિજયમ્માએ વધુમાં કહ્યું, “હું આ પાર્ટીથી અલગ થવાનું વિચારી રહી છું. શર્મિલા એકલી લડી રહી છે, મારું હૃદય મને કહે છે કે રાજશેખર રેડ્ડીની પત્ની અને શર્મિલાની માતા તરીકે મારે તેની પડખે ઊભા રહેવું પડશે. જગનમોહન રેડ્ડી જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે હું તેમની સાથે હતો, હવે તેઓ અહીં ખુશ છે. હવે જો હું શર્મિલાનું સમર્થન નહીં કરું તો અન્યાય થશે. પક્ષના માનદ પ્રમુખ વાયએસ વિજયમ્માએ ગુંટુર જિલ્લાના ચિનાકાકની ખાતે આયોજિત વાયસીપી પ્લેનરીના સ્થળેથી જાહેરાત કરી હતી. એ વાત પર ઉમેરી કે, તે ટીકાનો સામનો કર્યા વિના આ પદ પરથી રાજીનામું આપી રહી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે પુત્રી શર્મિલા તેલંગાણામાં પાર્ટીની સાથે રહી શકે.

આ પણ વાંચોઃ Students of Gujarat University : 21 વિદ્યાર્થીઓ IAS અધિકારીઓ પાસે ટ્રેનિંગ મેળવશે

આભારની અભિવ્યક્તિઃ વિજયમ્માએ તેમના પરિવારને ટેકો આપવા બદલ YSRના સમર્થકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું, “વાયએસઆર તેના તમામ સમર્થકો સાથે પરિવારની જેમ વર્તે છે. તેઓ આજે પણ લોકોના દિલમાં જીવંત છે. તમારા આશીર્વાદ માટે અને તમારા પરિવાર સાથે ઊભા રહેવા અને લોકોની સેવા કરવામાં અમને મદદ કરવા બદલ હું તમારો આભાર માનવા માટે અહીં છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.