લખનૌઃ ઉત્તર પ્રદેશમાં હજારો મદરેસાઓમાં વર્ગો શરૂ (National Anthem in Madrasa) થતાં પહેલાં હવે રાષ્ટ્રગીત ફરજિયાત ( national anthem is mandatory in madrassas) બનશે. આ જાહેરાત રાજ્ય સરકાર (yogi government decision) દ્વારા ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. ગુરુવારે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ શુક્રવાર, 13 મેથી સમગ્ર રાજ્યમાં લાગુ થશે. એવી ઘણી ફરિયાદો આવી હતી કે, મદરેસાઓમાં નિયમિત રીતે રાષ્ટ્રગીત વગાડવામાં આવતું નથી, જેના કારણે બાળકોમાં રાષ્ટ્ર ભાવનાનો વિકાસ થતો નથી, તેથી રાજ્ય સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: UP પોલીસે ઝારખંડ પોલીસને આ બાબતે કરી એલર્ટ કહ્યું...
મદરેસાઓમાં રાષ્ટ્રગીત: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશની તમામ મદરેસામાં વર્ગો શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત પણ હશે. ઉત્તર પ્રદેશની તમામ કાઉન્સિલ સ્કૂલોમાં આ સિસ્ટમ પહેલેથી જ લાગુ હતી, પરંતુ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત નહોતું. સરકારને આ અંગે ચિંતા હતી કે, જો બાળકોને વર્ગની શરૂઆતમાં રાષ્ટ્રગીત નહીં શીખવવામાં આવે તો તેમની અંદર દેશ પ્રત્યેની રાષ્ટ્રીય લાગણી કેવી રીતે વિકસિત થશે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે બપોરે તેનો આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Congress Chintan Shivir: રાહુલ-પ્રિયંકા કૉંગ્રેસની ડૂબતી નૈયાને લગાવી શકશે પાર...
મદરેસા શિક્ષણમાં ઘણા ફેરફારો: નોંધનીય છે કે, યોગી સરકારે મદરેસા શિક્ષણમાં ઘણા ફેરફારો (Madrasa Education Board) કર્યા છે. મદરેસામાં ગણિત, વિજ્ઞાન શરૂ કરવામાં આવ્યું છે. કોમ્પ્યુટર શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ સંદેશ આપ્યો હતો કે, મદરેસાના વિદ્યાર્થીઓના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ તેથી મદરેસાના શિક્ષણને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યું છે.