ETV Bharat / bharat

વિદેશી દેશોને વધુ રસી અપાઈ, ભારતને નરકમાં જવા માટે છોડી દીધું: યશવંત સિંહા - નવી દિલ્હી ન્યુઝ અપડેટ

16મેના રોજ ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાએ એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું કે, 10 સેકન્ડનો વીડિયો મોદીને ખુલ્લો પાડશે. UNમાં ભારતના પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્રને માહિતી આપી છે કે, ભારતે પોતાના લોકો કરતા વિદેશમાં વધુ રસી મોકલી છે.

વિદેશી દેશોને વધુ રસી અપાઈ, ભારતને નરકમાં જવા માટે છોડી દીધું: યશવંત સિંહા

author img

By

Published : May 17, 2021, 11:29 AM IST

  • ભારતે પોતાના લોકો કરતા વિદેશમાં વધુ રસી મોકલી
  • કોરોના રસીના આયોજન માટે PM મોદી પર નિશાન સાધ્યું
  • વીડિયો UNYYના હેન્ડલની એક ટ્વિટ પરથી લેવામાં આવી

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના નેતા યશવંત સિંહાએ કોરોના રસીના આયોજન માટે PM મોદી પર નિશાન સાધ્યું છે. યશવંત સિંહાએ સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચામાં ભારતીય પ્રતિનિધિના ભાષણની વીડિયો ક્લિપ ટ્વીટ કરી છે.

વીડિયોમાં ભારતીય પ્રતિનિધિઓ UNમાં 'રસીની નીતિ' વિશે વાત કરી રહ્યા છે

આ વીડિયોમાં ભારતીય પ્રતિનિધિઓ UNમાં 'રસીની નીતિ' વિશે વાત કરી રહ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા 17 લોકોની ધરપકડ બાદ વિપક્ષી નેતાઓએ કરેલી આ અપમાનજનક ટ્વિટ્સમાંની એક હતી. યશવંત સિંહાએ PM નરેન્દ્ર મોદીની રસીની ટીકા કરી છે. યશવંત સિંહા સિવાય કોંગ્રેસના રાહુલ ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસના મોહુઆ મોઇત્રાએ પણ ભારતની રસી નીતિ અંગે મોદી સરકારની આલોચના કરી છે.

આ પણ વાંચો: બંગાળની ચૂંટણીના પરિણામની અસર UP વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશેઃ યશવંત સિન્હા

ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાએ એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું કે

16 મેના રોજ ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાએ એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું કે, 10 સેકન્ડનો વીડિયો મોદીને ખુલ્લા પાડશે. UNમાં ભારતના પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્રને માહિતી આપી છે કે, ભારતે પોતાના લોકો કરતા વિદેશમાં વધુ રસી મોકલી છે. મોદી ખરેખર એક વિશ્વ નેતા છે. ભારતીયો નરકમાં જવા માટે બાકી છે.

આ પણ વાંચો: આર્મી ચીફના POKના નિવેદન પર યશવંત સિન્હાએ પ્રશ્નો ઉભા કર્યા

કેન્દ્રમાં મોદી સરકાર પર પ્રહાર

આ સિવાય કેન્દ્રમાં મોદી સરકાર પર પ્રહાર કરતા સિંહાએ એક બીજા ટ્વીટમાં લખ્યું છે કે, કોવિડ -19ને અંકુશમાં લેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, કેન્દ્રમાં અને રાજ્યોમાં ભાજપ સરકારો જે કરી રહી છે તે આંકડાઓને દબાવો. જો કોઈ એવોર્ડ હોય તો તેમાં UPને પ્રથમ ઇનામ મળે. યશવંત સિંહા દ્વારા શેર કરેલી વીડિયો ક્લિપ માર્ચ 2021માં યોજાયેલી UNGAની અનૌપચારિક બેઠકની છે. વીડિયો UNYYના હેન્ડલની એક ટ્વિટ પરથી લેવામાં આવી છે. ક્લિપમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિના નાગરાજ નાયડુ કોરોના યુગમાં દેશના યોગદાન વિશે બોલતા નજરે પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.