ETV Bharat / bharat

શાઓમીએ અન્ડર ડિસ્પ્લે ફ્લિપ કેમેરા સાથે ફોન ડિઝાઇન પેટન્ટ કરાવી

author img

By

Published : May 13, 2021, 12:31 PM IST

શાઓમીએ અન્ડર-સ્ક્રીન ફ્લિપ કેમેરા સાથે સ્માર્ટફોન ડિઝાઇનની પેટન્ટ કરાવી છે. જેમાં પ્રાઇમરી કેમેરો અને સેલ્ફી કેમેરા હશે. આ ફોનના કેમેરામાં ફ્લિપ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જે કેમેરાને 180 ડિગ્રી સુધી રોટેટ શકે છે. પેટન્ટ ડોક્યુમેન્ટમાં એ પણ બહાર આવ્યું છે કે, ફ્રન્ટ-ફેસિંગ કેમેરો રોટેટિંગ રીઅર કેમેરાથી આંતરિક રીતે સક્રિય થાય છે

શાઓમીએ અન્ડર ડિસ્પ્લે ફ્લિપ કેમેરા સાથે ફોન ડિઝાઇન પેટન્ટ કરાવી
શાઓમીએ અન્ડર ડિસ્પ્લે ફ્લિપ કેમેરા સાથે ફોન ડિઝાઇન પેટન્ટ કરાવી
  • સેલ્ફી કેમેરા અને રીઅર-ફેસિંગ કેમેરા બન્ને તરીકે કામ કરશે
  • ફ્રન્ટ-ફેસિંગ કેમેરો રોટેટિંગ રીઅર કેમેરાથી આંતરિક રીતે સક્રિય થાય છે
  • કંપની એક કર્વ્ડવાળા અન્ડર-ડિસ્પ્લે કેમેરા મોડ્યુલના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે

બેઇજિંગ: ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીએ અન્ડર-સ્ક્રીન ફ્લિપ કેમેરાવાળા સ્માર્ટફોન ડિઝાઇનની પેટન્ટ કરાવી છે, જે પ્રાથમિક કેમેરા અને સેલ્ફી કેમેરાથી ડ્યુઅલ હેતુ પ્રદાન કરવામાં સક્ષમ છે. ફોનના કેમેરાના સેટઅપમાં ઉપયોગમાં લેવામાં આવતી ફ્લિપ ટેક્નોલોજી કેમેરાને 180 ડિગ્રી સુધી ફેરવશે અને સેલ્ફી કેમેરા અને રીઅર-ફેસિંગ કેમેરા બન્ને તરીકે કામ કરશે.

આ પણ વાંચોઃ લોકડાઉનઃ સેમસંગ, વનપ્લસ, ઓપ્પો અને શાઓમી સહિત ઘણી ફોન કંપનીઓએ વોરન્ટીમાં કર્યો વધારો

કંપનીએ તાજેતરમાં એક કર્વ્ડ ડિસ્પ્લે અને અંડર-ડિસ્પ્લે કેમેરાવાળા કોન્સેપ્ટ ફોનનું પ્રદર્શન કર્યું છે

ગીઝ્મોચાઇનાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, શાઓમી ટેક્નોલોજી ઉદ્યોગના સ્માર્ટફોન સેગમેન્ટમાં સક્રિય સંશોધન અને વિકાસને આગળ વધારવાનું ચાલુ રાખશે. કંપનીએ તાજેતરમાં એક કર્વ્ડ ડિસ્પ્લે અને અંડર-ડિસ્પ્લે કેમેરાવાળા કોન્સેપ્ટ ફોનનું પ્રદર્શન કર્યું છે. શાઓમી એકમાત્ર એવી કંપની નથી કે, જે નવીન કર્વ્ડ ડિસ્પ્લે અને અંડર-સ્ક્રીન કેમેરાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે.

પેટન્ટ એપ્લિકેશન ફેબ્રુઆરી 2020માં ટર્મિનલ ડિવાઇસ માટે ફાઇલ કરવામાં આવી હતી

વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થા (ડબ્લ્યૂઆઈપીઓ) દ્વારા આપવામાં આવેલી નવી પેટન્ટ દ્વારા સૂચવાયું છે કે, કંપની એક કર્વ્ડવાળા અન્ડર-ડિસ્પ્લે કેમેરા મોડ્યુલના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. લેટ્સગોડિજિટલ દ્વારા જોવા મળતા ડબ્લ્યૂઆઇપીઓના દસ્તાવેજો અનુસાર, પેટન્ટ એપ્લિકેશન ફેબ્રુઆરી 2020માં ટર્મિનલ ડિવાઇસ માટે ફાઇલ કરવામાં આવી હતી, જેમાં એક અંડર-ડિસ્પ્લે કેમેરો છે.

ફ્લિપ કેમેરા મોડ્યુલને ડિવાઇસની પાછળ મૂકવામાં આવ્યો છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શાઓમી એક વર્ષમાં પ્રથમ આવા ઉપકરણનું અનાવરણ કરી શકે છે. ફ્લિપ કેમેરા મોડ્યુલને ડિવાઇસની પાછળ મૂકવામાં આવ્યો છે, જ્યારે ટ્રિપલ કેમેરા સેટઅપમાં રોટેબલ ટોપ લેન્સ છે.

આ પણ વાંચોઃ શાઓમી યુઝર્સ માટે MIUI ફિચર લોન્ચ, આ ફોન્સમાં થશે અપડેટ

ફ્રન્ટ-ફેસિંગ કેમેરા આંતરિક રૂપથી રોટેટિંગ રિયર કેમેરા સાથે સક્રિય થાય છે

પેટન્ટ ડોક્યુમેન્ટમાં એ પણ બહાર આવ્યું છે કે, ફ્રન્ટ-ફેસિંગ કેમેરા આંતરિક રૂપથી રોટેટિંગ રિયર કેમેરા સાથે સક્રિય થાય છે. ડિસ્પલેને સક્રિય કેમેરા મોડ્યુલ સાથે ફિટ કરવા માટે ગોઠવવામાં આવી છે અને તે સમાન રૂપથી શક્તિશાળી શોટ પ્રદાન કરે છે. વપરાશકર્તાઓ શાઓમી સ્માર્ટફોનના અનાવરણની રાહ જોઈ રહ્યા છે, જેમાં અંડર-ડિસ્પ્લે રોટેબલ કેમેરા સેટઅપની સુવિધા પ્રદાન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.