ETV Bharat / bharat

ફટાકડા પર પ્રતિબંધ મૂકવો એ કોર્ટની ફરજ નથી, લોકોએ સંવેદનશીલ બનવું પડશે: SC - WRONG TO SAY COURTS DUTY PEOPLE SHOULD

ફટાકડા ફોડવાને લઈને સુપ્રીમ કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે પર્યાવરણને પ્રદુષિત કરીને મનોરંજન મેળવવું એ સ્વાર્થી વૃત્તિ છે. કોર્ટે કહ્યું કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાડવા એ કોર્ટની ડ્યુટી નથી, લોકોએ સંવેદનશીલ બનવું પડશે. ban on firecrackers, SC on firecrackers ban.

WRONG TO SAY COURTS DUTY PEOPLE SHOULD THEMSELVES STOP USING FIRECRACKERS SAYS SC

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 3:47 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે ફટાકડા ફોડવા સામે તેના દ્વારા જારી કરવામાં આવેલી નિર્દેશો માત્ર દિલ્હી-એનસીઆર માટે નથી, પરંતુ તમામ રાજ્યો માટે છે. કોર્ટે રાજ્ય સરકારોને હવા/અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેન્ચ ભારતમાં ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી રહી (ban on firecrackers, SC on firecrackers ban) હતી.

સર્વોચ્ચ અદાલત પાસેથી નિર્દેશો માંગ્યા: અરજદારે રાજસ્થાન રાજ્ય માટે અરજી કરી છે અને અગાઉના આદેશોનો અમલ કરવા માટે સર્વોચ્ચ અદાલત પાસેથી નિર્દેશો માંગ્યા છે. અરજદારે કોર્ટને કહ્યું, "એવું લાગે છે કે તમારા લોર્ડશિપનો આદેશ માત્ર દિલ્હી-એનસીઆરને લાગુ પડે છે, જો કે તે સમગ્ર દેશને લાગુ પડે છે." કેસની સુનાવણી કરતા જસ્ટિસ સુંદરેશે કહ્યું કે એક ગેરસમજ છે કે જ્યારે પર્યાવરણની વાત આવે છે ત્યારે તે માત્ર કોર્ટની ફરજ છે.

લોકોને સંવેદનશીલ બનાવવાની જરૂર: કોર્ટે કહ્યું કે રાજસ્થાન રાજ્ય દ્વારા તેના અગાઉના આદેશનું પાલન કરવું આવશ્યક છે, અને રાજ્યોએ ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા જોઈએ. કોર્ટે કહ્યું, મુખ્ય વસ્તુ લોકોને સંવેદનશીલ બનાવવાની છે. તમને જણાવી દઈએ કે 2018માં સર્વોચ્ચ અદાલતે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને બાદમાં કહ્યું હતું કે પ્રતિબંધ ચાલુ રહેશે અને તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવશે.

  1. Tejashwi Yadav: સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદની કાર્યવાહી પર લગાવી રોક
  2. SC on PFI: સુપ્રીમ કોર્ટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) પર કેન્દ્ર સરકારના પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી દીધી

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.