બડગામ (જમ્મુ અને કાશ્મીર): મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) બીરવાહના ડૉક્ટરોએ શનિવારે અહીં એક દર્દીના મોંમાંથી વિશ્વનો સૌથી લાંબો દાંત કાઢવાનો દાવો કર્યો છે. પીડિતના દાંતમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ગયો હતો, જ્યાં ડોક્ટરોએ તેનો દાંત કાઢી નાખ્યો હતો.( Worlds longest teeth) તેના દાંતની લંબાઈ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. દાંતની લંબાઈ માપતાં જાણવા મળ્યું કે તેની લંબાઈ 37.5 મિલીમીટર છે.
સૌથી લાંબો દાંતઃ અહીંની હોસ્પિટલમાં (KASHMIR Longest Teeth)તૈનાત ડેન્ટલ સર્જન ડૉ. ઈમ્તિયાઝ અહેમદ બંદેએ તેમને પહેલેથી જ કહ્યું હતું કે દર્દી દાંતના દુઃખાવાથી પીડાઈ રહ્યો છે. ડોકટરોનું માનવું છે કે તે વિશ્વનો સૌથી લાંબો દાંત હોઈ શકે છે. બીરવાહ શહેરની બાજુમાં એક ગામ સોના પહ છે, જ્યાંથી આ દર્દી સારવાર માટે અહીં એસડીએચ બીરવાહ આવ્યો હતો.
1 કલાક 30 મિનિટનો સમય લાગ્યોઃ દર્દી છેલ્લા 10-15 દિવસથી દાંતના દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો અને જ્યારે તેના દાંતનો એક્સ-રે કરવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે, વ્યક્તિના કેનાઇન દાંત કાઢવાની જરૂર હતી. તેમણે વધુમાં કહ્યું હતુ કે 'દાંત કાઢવામાં લગભગ 1 કલાક 30 મિનિટનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અત્યાર સુધીનો સૌથી લાંબો દાંત 37.2 મીમીનો છે અને અમે દર્દીના મોઢામાંથી જે દાંત કાઢ્યો છે તે તેના કરતા ઘણો લાંબો છે. જે 37.5 મીમી છે. તેથી, આ દાંત અત્યાર સુધીનો સૌથી લાંબો દાંત છે.'
નિરીક્ષણ હેઠળઃ તેમણે એમ પણ કહ્યું હતુ કે, દર્દીને હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.