ETV Bharat / bharat

રોમાંચક મનોરંજનની દુનિયાની મોજ કરાવતી રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબરથી ફરી ખુલશે - સાહસ રામોજી એડવેન્ચર લેન્ડ

અદભૂત મનોરંજન દુનિયા સમાવતાં સ્થળોમાં ઊચું નામ ધરાવનાર સ્થળ એટલે રામોજી ફિલ્મ સિટી. આગામી 8 ઓક્ટોબર, 2021થી રામોજી ફિલ્મ સિટી પ્રવાસીઓ માટે ફરી ખુલી રહી છે. મુલાકાતીઓ માટે સલામત અને મનોરંજક સફર સુનિશ્ચિત કરવા માટે COVID-19 સામેની તમામ સુરક્ષા સાવચેતી સાથે મુલાકાતીઓને આવકારવા માટે રામોજી ફિલ્મ સિટી તૈયાર છે.

રોમાંચક મનોરંજનની દુનિયાની મોજ કરાવતી રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબરથી ફરી ખુલશે

author img

By

Published : Sep 30, 2021, 8:53 PM IST

Updated : Oct 2, 2021, 9:39 AM IST

  • વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી પ્રવાસીઓને આવકારવા સુસજ્જ
  • 8 ઓક્ટોબરથી રામોજી ફિલ્મ સિટી પ્રવાસીઓ માટે ખુલી રહી છે
  • સર્જનાત્મક અને રોમાંચક મેકબિલીવ વર્લ્ડની સફર કરાવતી મનોરંજનની અદભૂત દુનિયા

હૈદરાબાદઃ રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબરથી ફરી એકવાર પ્રવાસીઓને મનોરંજનની સુંદર અને સાહસિક દુનિયામાં લઇ જવાની પોતાની કામગીરી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. COVID-19 સંદર્ભે તમામ સુરક્ષા સાવચેતીઓ સાથે રજાઓનો આનંદદાયક સંતોષ અને લક્ઝરી ડેસ્ટિનેશન તરીકે સલામત સફરની ખાતરી આપે છે. 2,000 એકરમાં ફેલાયેલી રામોજી ફિલ્મ સિટીમાં શ્વાસ લેવાનું ભૂલી જવાય એવા સુંદર આકર્ષક માર્ગો છે. રામોજી ફિલ્મ સિટી થીમ આધારિત આકર્ષણો, મેકબિલીવ લોકાલ્સ, ચિત્તાકર્ષક ગાર્ડન્સ, જળધોધ જેવા ફુવારાઓ અને સર્જનાત્મક મનોરંજન માટે પ્રખ્યાત છે.

રોમાંચક મનોરંજનની દુનિયાની મોજ કરાવતી રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબરથી ફરી ખુલશે

વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી તરીકે માન્યતાપ્રાપ્ત લાખો સપનાંઓની ભૂમિ સમાન રામોજી ફિલ્મ સિટી દેશમાં એકમાત્ર આ પ્રકારના મનોરંજનની ભેટ આપતુંં સ્થળ છે. તેમાં વ્યાપક સુવિધાઓ છે જે ટેકનોલોજી, આર્કિટેક્ચર અને લેન્ડસ્કેપ ડિઝાઇનિંગના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા ડિઝાઇન કરીને વિકસાવવામાં આવી છે.

તેનો ઝગમગાટ હંમેશા યાદ રહે તેવો

રામોજી ફિલ્મ સિટી ઘણી ફિલ્મો માટે પરફેક્ટ બેકડ્રોપ રહી છે. અહીં વ્યાપક ફિલ્મ નિર્માણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાવસાયિક સેવાઓ સાથે મળીને વિનાવિધ્ન ફિલ્મ નિર્માણનો અનુભવ પૂરો પાડે છે. ફિલ્મ સિટીમાં કોઈ પણ દિવસે અનેક ફિલ્મોનું એક સાથે શૂટિંગ થઈ શકે એવી આશ્ચર્યજનક સુવિધાઓ છે. રામોજી ફિલ્મ સિટીની એવી ચુંબકીય ચમક છે કે જે દર વર્ષે 1.5 મિલિયન પ્રવાસીઓને પોતાના ભણી આકર્ષે છે.રામોજી ફિલ્મ સિટી તેના વ્યાપક મનોરંજન ઝોન અને થીમ આધારિત ઇન્ટરેક્ટિવ મનોરંજન માટે પણ લોકોની પસંદગી પામે છે.

રામોજી ફિલ્મ સિટીના કેટલાક મહત્ત્વના આકર્ષણો વિશે જણાવીએ છીએ:

યુરેકા

અહીં પ્રવાસીઓને શાહી મધ્યયુગીન કિલ્લાઓની તરાહ પર બનાવેલી વિશાળ ઇમારત મહેમાનોને નૃત્ય અને ગીત સમારંભો, બાળકોના રમવાના પટાંગણ થીમબેઝ્ડ વિષયોની રેસ્ટોરન્ટ્સ અને યુરેકા ખાતેના થીમ બજારમાં યાદગાર વેપાર સાથે આવકાર મળે છે.

ફંડુસ્તાન અને બોરાસુરા

ખાસ બાળકો માટે બનાવાયેલા ફંડુસ્તાનમાં એ બધા જ આકર્ષણ છે બાળકોને કાલ્પનિક દુનિયામાં સફર કરાવે અને તેમને નવી ઊર્જાથી ભરી દે. બાળકો એકવાર ફન ઝોનમાં હોય તો તેઓ રાઇડ્ઝ અને ગેમ્સ માણવા ખાળી ન શકે તેવી કલ્પનાની દુનિયાનો રોમાંચ મેળવી શકે છે. તો બોરાસુરા - સાચા અર્થમાં જાદુગરની વર્કશોપ હોવાથી, શ્રેષ્ઠ થીમ આધારિત વોક -થ્રુ બની રહે છે. બોરાસુરા ખાતેનો અંધકાર યુગ નાના બાળકો માટે 'ડરામણો અનુભવ' લેવા માટેની ઉત્તમ તક છે.

રામોજી મૂવી મેજિક

ફિલ્મ અને કાલ્પનિકતાની વિશિષ્ટતા લાવવા માટે રામોજી મૂવી મેજિકની પરિકલ્પના કરવામાં આવી છે. ACTION પર, પ્રવાસીઓને ફિલ્મ નિર્માણની જટિલતાઓ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ, એડિટિંગ અને ડબિંગ વગેરેના વિશ્વ સાથે પરિચય કરાવવામાં આવે છે. ફિલ્મી દુનિયા - કાલ્પનિક દુનિયામાં એક આકર્ષક ડાર્ક રાઈડ એકદમ મનોરંજક છે. રામોજી સ્પેસ યાત્રામાં -અવકાશમાં અનુકરણિત મુસાફરી બીજી દુનિયામાં જઈ આવવા જેવી સંવેદનાનો અનુભવ કરાવે છે.

રોજિંદા લાઈવ શો

રામોજી ફિલ્મ સિટીના વિવિધ રંગબેરંગી લાઇવ શોના સંદર્ભમાં સાચા જાદુ માણવા જેવી પ્રશંસા કરી શકાય છે. રસપ્રદ શો "સ્પિરિટ ઓફ રામોજી" છે જે જોવા જેવો છે. તે આપણા દેશની સારગ્રાહી સંસ્કૃતિને દર્શાવતા કલાકારોના ઉત્તમ પ્રદર્શન વિશે છે. વાઇલ્ડ વેસ્ટ સ્ટંટ શો રામોજી ફિલ્મ સિટીના સિગ્નેચર શોમાંનો એક છે, જે 60ના દાયકામાં હોલીવુડની કાઉબોય ફિલ્મો જેવો છે જ્યારે બેકલાઇટ શો ઝાકઝમાળ રીતે બેકલાઇટ થિયેટર સિદ્ધાંતો અને વિશેષ એનિમેશનનો ઉપયોગ કરતો અને મૂવિંગ પોર્ટ્રેયલ દ્વારા પ્રતિભાશાળી કલાકારોનું ચિત્રણ કરતી પ્રખ્યાત વાર્તાઓ કહે છે..

ગાઈડેડ ટૂર

રામોજી ફિલ્મ સિટી માટે ખાસ બનાવવામાં આવેલા ડિઝાઈન્ડ કોચ દ્વારા ગાઈડ ટૂરનો અનુભવ પણ લેવા જેવો છે. આ આખા દિવસનો સમય લેતો અજાયબ દુનિયાની સફર કરાવેે તેવી રીતે પ્લાન થાય છે. તમે સિનેમેટિક આકર્ષણ અનુભવો તેવા ફિલ્મ સેટ અને લોકેશનો, ખૂબ જ મનોરમ્ય બગીચાઓ અને એવા સ્થળો જોવા મળે છે કે જ્યાં પસાર કરેલો સમય કુદરતી સુંદરતાભર્યાં આકર્ષણ સાશે મજાનો સમય બની રહે છે. બટરફ્લાય પાર્કની મુલાકાત લઇને એક્ઝોટિક પતંગિયાઓની નજીકથી જોઇ શકો છો અને વામનની મુલાકાતમાં બોન્સાઈ ગાર્ડનમાં ઝાડીઓ અને મંત્રમુગ્ધ કરતાં પક્ષી ઉદ્યાનમાં પાંખોનું આહલાદક પ્રદર્શન નિહાળવા મળે છે.

વિંગ્ઝ- પક્ષી ઉદ્યાન

વિંગ્ઝ- આ બર્ડ પાર્ક છે જેમાં દુનિયાભરમાંથી એક એખથી ચડિયાતાં સુંદર અને નવીનતાભર્યાં પક્ષીઓ નિહાળી શકો છો. તે પક્ષીઓ જે સ્થળોના હોય છે તેવું જ હેબિટેટ પુરું પાડવા અકદમ અસલી લાગે તે પ્રકારે દેખાવ ઊભો કરવામાં આવ્યો છે જેમાં લેન્ડસ્કેપિંગ, છોડવા,બેસવાના પર્ચ્ઝ, પાંજરા અને મુક્તવિહારનો અનુભવ કરી શકે. તેના પોતાના પ્રકારનો અલગ એવો જ બર્ડ પાર્ક ચાર ઝોનમાં છે. જેમાં વોટર બર્ડ એરેના, પાંજરામાં રહેલા પંખીઓનો એરેના, મુક્તપણે વિહાર કરતાં પક્ષીઓનો ઝોન અને ઓસ્ટ્રિચ ઝોન એમાં જોવા મળે છે.

સાહસ- રામોજી એડવેન્ચર લેન્ડ

સાહસ- એશિયાની સાહસભૂમિ જે તમામ વયના લોકોને એક જ સ્થળે વિવિધ પ્રકારના સાહસના રોમાંચ રામોજી ફિલ્મ સિટીમાં અનુભવ કરાવે છે. આ સાથે એડ્રેનાલિનને ઉત્તેજે તેવી સાહસિક રમતો માટે મનોરંજક સાહસ ઇચ્છતાં લોકો માટે અહીં રમતો છે. અહીં જે મનોરંજન છે તે પારિવારિક, જૂથો, શાળા/કોલેજો અને કોર્પોરેટ વ્યાવસાયિકો માટે વૈવિધ્યસભર બહુમુખી અનુભવો કરાવે છે. એક્શન-પેક્ડ ગેટવેઝ માટે ઉત્તમ છે. સાહસમાં જે એડવેન્ચર એક્ટિવિટી છે તેમાં હાઈ રોપ કોર્સ, નેટ કોર્સ, એટીવી રાઈડ્સ, માઉન્ટેઇન બાઈક, પેઇન્ટબોલ, ટાર્ગેટ શૂટિંગ (આર્ચરી/ શૂટિંગ ઇત્યાદિ) ઇનફ્લેટેબલ્સ, ઝોરબિંગ અને બંજી ઇજેક્શનની મજા માણવા મળે છે.

અહીં જે સાહસિક પ્રવૃત્તિઓ સમાવિષ્ટ કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે જેથી સાહસવાંચ્છુઓ માટે ઉત્તમોત્તમ સુરક્ષા માપદંડો પણ ધરાવે છે.

હોટેલ રોકાણ માટે પેકેજીસ

રામોજી ફિલ્મ સિટીનો સંપૂર્ણ મુલાકાત માટે જેમ કે એક દિવસનો સમય પૂરતો થઈ પડતો નથી તેથી ફિલ્મ સિટીમાં જ રોકાણ માટે વિવિધ બજેટ આધારિત પેકેજીસ પણ ઉપલબ્ધ છે. રામોજી ફિલ્મ સિટીની હોટલોમાં વૈભવી હોટેલ સિતારા, આરામદાયક હોટેલ તારા, વસુંધરા વિલામાં ફાર્મ-હાઉસ આવાસ, શાંતિનિકેતનમાં બજેટ રોકાણ અને સહારામાં સુપર ઇકોનોમી ડોર્મિટરી આવાસ અને ગ્રીન્સ ઇનમાં તળપદા ગામડાંનો અનુભવ કરાવતી જુદીજુદી રીતે પ્રવાસીઓની પસંદગીઓ સાથે મેળ ખાતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે.

કોવિડ-19 સુરક્ષા તકેદારીઓ

મનોરંજન ઝોનમાં સ્વચ્છતા અને સલામતી પ્રોટોકોલના પાલન માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગની ખાતરી આપે છે. જ્યાં પણ સ્પર્શ થવાની શક્યતાઓ ધરાવતી સપાટીઓ છે તે નિયમિતપણે જંતુરહિત કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સુરક્ષા માનકોના તાલીમપ્રાપ્ત કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓને માર્ગદર્શન આપવા સાથે સલામતી પ્રક્રિયાઓનું અનુપાલન કરાવવામાં આવે છે.

વધુ જાણકારી મેળવવા માટે લોગ ઇન કરોઃ ramojifilmcity.com or call toll free 1800 120 2999.

આ પણ વાંચોઃ Ramoji Groupની કંપનીઓને પ્રવાસન ક્ષેત્રે બે પુરસ્કારો એનાયત થયા

Last Updated : Oct 2, 2021, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.