- ઓલ્પિકમાં દેશને ખેલાડીઓ પાસે મેડલની આશા
- ભારતના ખેલાડીઓને નથી મળતી પૂરતી સુવિધા
- દેશમાં ખેલને એક ઈતર પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે
દિલ્હી : ખેલના સૌથી મોટા મહાકુંભ ટોક્યો ઓલ્પિક (Tokyo Olympics) એક અઠવાડિયા પછી એટલે કે 23 જૂલાઈએ શરૂ થશે. આયોજનમાં ભાગ લેનાર ખેલાડીઓ પાસે આશા છે કે તેઓ આ મહાઓયોજનમાં દેશ માટે મેડલ લાવીને દેશનું નામ રોશન કરશે. આશા વ્યાજબી પણ છે અને હોવી પણ જોઈએ, પણ આશા કરતા પહેલા એક સવાલ છે કે આ ખેલાડીઓના ખેલને વધુ સારો કરવા માટે સરકાર તેમને સહાય કરે છે. આજે વિશ્વ કૌશલ દિવસ 2021 (World Youth Skills Day 2021) પર જાણીએ કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશના ખેલાડીઓ પાસે કેટલી સુવિધાઓ છે.
ભારતિય ખેલાડીઓ પાસે સુવિધાની કમી
વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી વાળા ભારત દેશના 100થી વધારે ખેલાડીઓ ઓલ્પિકમાં ભાગ લેવાના છે. જાપાનની રાજધાની ટોક્ટોમાં 23 જૂલાઈથી ઓલ્પિક ખેલના આયોજનમાં વિનેશ ફોગાટ, બજગંગ પૂનિયા, દિપીકા કુમારી, પીવી સિંધુ, અમિત પંઘાલ અને અને વી રેવતી જેવા ખેલાડીઓ પાસેથી ગોલ્ડ મેડલની આશા છે. પણ આપણે જોઈએ તો ભાગ લેનાર ખેલાડીઓનુ અત્યાર સુધીના સફરમાં તેઓને સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. જેમાં ચર્ચિત નામ છે તમિલનાડુની એથલીટ વી રેવતીનું છે. રેવતીની પાસે શરૂઆતી દિવસોમાં બુટ પણ નહોતા.
મોટા આયોજનમાં પાછળ રહેવાના આ કારણો
યુવાઓની મોટી આબાદી હોવા છતા ભારત ઓલ્પિક જેવા મોટા આયોજનમાં પાછળ રહે છે કારણ કે સ્કુલોમાં બાળકોના ખેલ પર પુરતુ ધ્યાન નથી આપવામાં આવતું. સ્કુલોમાં શિક્ષણ પ્રણાલી પણ એવી છે કે જ્યા રમત ઈતર પ્રવૃતિ તરીકે માનવામાં આવે છે. સ્કુલમાં ફક્ત ભણવા પર ધ્યાન આપવામાં આવે છે જેના કારણે નોકરી માટે સારો રીસ્યુમે બની શકે. ચીન, અમેરીકા, રૂસ, બ્રિટેન અને જર્મની જેવા દેશોમાં બાળકોના કૌશલ પર નાનપણ થી જ ધ્યાન આપવામાં આવે છે જે ભારતની જેમ ફક્ત કાગળો પર નથી થતું. આ દેશોમાં સમય-સમય પર યોજનાની નિષ્પક્ષ તપાસ થાય છે. આ જ કારણે આ દેશોના ખેલાડીઓ ઓલ્પિકમાં સારૂ પ્રદર્શન કરી શકે છે.
આ પણ વાંચો : ખેલ રત્ન એવોર્ડઃ TTFIએ શરત કમલ, AFI એ નીરજ ચોપડા અને BAI એ બી.સાઈ પ્રણીતના નામની ભલામણ કરી
નાની ઉંમરે જ થઈ જાય છે ચયન
ભારતના પાડોશી દેશ ચીનમાં સ્કુલમાંથી જ ખેલમાં રૂચી રાખનાર વિદ્યાર્થીઓનું ચયન કરવામાં આવે છે. આ યુવા પ્રતિભાઓને જ્યારે નેશનલ સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે તે પછી તેઓને તેમની પ્રતિભાઓને નિખારવાની તક મળે છે અને તે માટે તેમની સુવિધાઓની કોઈ ચિંતા રહેતી નથી કારણ કે તેમની બધી જવાબદારી સરકાર ઉઠાવે છે. આવા વિદ્યાર્થીઓને ભણતર અંગે કંઈ વિચારવાનું રહેતું નથી. આ જ વસ્તુ ભારતમાં ખેલાડીઓને પોતાના ખેલ માટે પણ જાતે જ પૈસા ખર્ચવા પડે છે અને શિક્ષણ પર પણ ધ્યાન આપવુ પડે છે.
ઉપખંડ કક્ષાએ સ્થાપિત કરવામાં આવે સ્કુલ
ખેલના જાણકાર માને છે કે હાલમાં સમયની માગ છે કે દરેક જિલ્લા-તાલુકામાં એક સ્પોર્ટસ સંકુલ હોવું જોઈએ, જ્યા ખેલ વિશે ભણાવવામાં આવે અને બીજા શિક્ષણનો ઓછો ભાર હોય. આ સંકુલોમાં એવા મેદાનનોનુ નિર્માણ કરવું જોઈએ જ્યા ખેલાડીઓ માટે દરેક પ્રકારની સુવિધા હોય, જેવી સુવિધાઓ અન્ય દેશોના ખેલાડીઓને મળે છે. આ દેશોની જેમ આપણે પણ 10-11 વર્ષના બાળકો પાસે તૈયારીઓ કરાવીએ તો આપણને જલ્દી પરીણામ મળશે. આજે ક્રિકેટ, હોકિ, બેડમિંટન જેવા ખેલમાં લીગ પ્રણાલીનો ઉપયોગ થાય છે, આ લીગ પ્રણાલીનો આપણે ભારતના અન્ય ખેલોમાં પણ ઉપયોગ કરી શકીએ છે.
પાછલા 2 ઓલ્પિકમાં ભારત,ચીન અને અમેરીકાને કેટલા મેડલ મળ્યા
રીયો ઓલ્પિક 2016
દેશ | મેડલ |
ભારત | 2 |
ચીન | 70 |
અમેરીકા | 121 |
લંડન ઓલ્પિક 2021
દેશ | મેડલ |
ભારત | 6 |
ચીન | 91 |
અમેરીકા | 104 |
યૂથની વસ્તી
કુલ વસ્તી | યુવા આબાદી | યુથની વસ્તિ |
દુનિયા | 779 કરોડ | 121 કરોડ |
ભારત | 138 કરોડ | 25 કરોડ |
ચીન | 144 કરોડ | 17 કરોડ |
અમેરીકા | 33 કરોડ | 4.4 કરોડ |
પ્રધાનમંત્રી કૌશલ યોજના
આ યોજના (PMKVY) કૌશલ યોજના અને ઉદ્યમિતા મંત્રાલય (MSDE)ની પરિણામ આધારિત કૌશલ પરિક્ષણ યોજના છે. આ કૌશલ પ્રમાણીકરણ અને ઈનામ યોજનાનો ઉદ્દેશ મોટી સંખ્યમાં ભારતિય યુવાને પરિણામ આધારિત કૌશલ પરિક્ષણ લેવા અને પોતાની આજીવિકા કમાવવા માટે સક્ષમ બનાવવાનું છે. તેમે પ્રમુખ વિશેષતાઓ, મુલ્યાંકન, પ્રશિક્ષણ કેન્દ્ર જેવા સ્વરૂપોમાં આ યોજનાની જાણકારી મેળવી શકો છો.
આ પણ વાંચો : BCCI ખેલ રત્ન માટે મિતાલી રાજ અને અશ્વિનના નામની ભલામણ કરશે, જાણો અત્યાર સુધીમાં કેટલા ક્રિકેટરને મળ્યો છે આ એવોર્ડ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કમ અને પ્લે સ્કીમ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દિલ્હી અને દુનિયાભરમાં આપવામાં આવતી રમતોને લગતી સુવિધાઓના યોગ્ય ઉપયોગ માટે કમ એન્ડ પ્લે યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરાયેલા એસએઆઈ રમત સંબંધિત કેન્દ્રો દ્વારા સ્થાનિક ખેલાડી ઓને પ્રોત્સાહન આપવાનો છે.
રાષ્ટ્રીય યુવા કોર્પ્સ યોજના
રાષ્ટ્રીય નિર્માણની ભાવનાથી શિસ્તબદ્ધ અને સમર્પિત યુવાનોનું એક જૂથ બનાવવા માટે યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય યુથ કોર્પ્સ યોજના શરૂ કરી છે.