ETV Bharat / bharat

વામન કદમાં અપાર વૈવિધ્ય: માત્ર 3.5mmની પદ્મનાભ સ્વામિની મૂર્તિ તૈયાર કરી, ઓળખો આ કલાકારને - શિલ્પો

દુનિયાનું કોઈ પણ સર્જન હંમેશા સમય માંગી લે છે. એમાં પણ ચિત્રકલા અને સ્ક્લપચર આર્ટ તો લાંબો સમય માંગી લે છે. પણ નેનોઆર્ટ (Neno Art Work idols) વર્ક એક એવું નક્શીકામ (Carving for Creative Idol)છે જેમાં ઝીણવર્ટ ભરી છાપ પાડવા વર્ષો સુધી મહેનત કરવી પડે છે. કેરળમાંથી એક કલાકારે (Artist in Kerala) સોનાના વરખથી એવી વસ્તુઓ તૈયાર કરી જેને જગતમાં જોટો જડે એમ નથી. એટલું જ નહીં એમના આવા આર્ટવર્કથા વર્લ્ડ રેકોર્ડ (World in Neno World) પણ બન્યો છે.

વામન કદમાં અપાર વૈવિધ્ય: માત્ર 3.5mmની પદ્મનાભ સ્વામિની મૂર્તિ તૈયાર કરી ઓળખો આ કલાકારને

author img

By

Published : May 14, 2022, 9:18 PM IST

થિરૂવંનતપુરમ: આમ તો નેનો આર્ટવર્કની (Neno Art Work idols) દુનિયા જ અલગ છે. બારીકી નક્શીકામથી (Carving Creativity) એવી કૃતિઓ કલાકાર બનાવે છે કે, જોનારાના મોઢામાંથી પહેલી નજરે તો ઉદગાર સરી પડે કે, વાહ ઉસ્તાદ વાહ...આવી જ એક કલા કારીગીરી કેરળના મહાનગરમાં જોવા મળી છે. જેમાં પદ્મનાભમ સ્વામીની (Padmanabha Swamy) શયન મુદ્રા, ગણેશજી, ગાય, નટરાજ જેવા આઈકોનિક કહી શકાય એવી કૃતિઓને અનોખી રીતે કંડારવામાં આવી છે. ખાસ વાત એ છે કે, દરેક મૂર્તિ પર એટલું સુક્ષ્મ અને બારીકીથી કામ કરવામાં આવ્યું છે. જાણે દેલવારાના ડેરાની કોઈ ઝાળી પર વર્ષો જૂનુ નક્શીકામ થયું હોય. આ સ્કલ્પચરને (sculpture Art work) માઈક્રોસ્કોપ વ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. જેનું કદ મિલિમીટરમાં છે. આ નેનો સ્કલ્પચર્સ સમાચારની હેડલાઈન્સમાં તો રહ્યા છે પણ સાથોસાથ કલાકારે ઘણી પ્રશંસા પણ મેળવી છે.

આ પણ વાંચો:આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ વધારી રહી છે યુવાનોની ચિંતા

કોણ છે આ કલાકાર: આ કલાકારનું નામ ગણેશ સુબ્રમણ્યિમ છે. જેનું આર્ટવર્ક ખરેખર દુલર્ભ અને કઠિન છે. આ દરેક સ્કલ્પચરનું કદ માત્ર 3.5mm છે. આવા કેટલાક સ્કલ્પચર તેમણે પૂર્વ રાજવી ત્રાવણકોર કિંગ, ઉથરાદમ તિરૂનલ માર્તંડવર્માને ભેટમાં આપી દીધા છે. જ્યારે રાજવીએ આ સ્કલ્પચર જોયા ત્યારે તેણે એક બિલોરી કાચ લેન્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરેક સ્ક્લપચર જોઈને તેઓ પણ થોડા સમય માટે ચોંકી ગયા હતા. કલાકારની આવી કલા જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા અને અચરજ પામ્યા. ગણેશની કૃતિથી ખુશ થઈને તેમણે એવું કહ્યું કે, આને હવે ઘરેણા પહેરાવા પડશે. પછી ગણેશે એક વીટી તૈયાર કરી. વર્ષોની આકરી મહેનત બાદ તેણે આ સ્ક્લપચર તૈયાર કર્યા છે. પદ્મનાભ સ્વામીની મૂર્તિનું કદ માત્ર 3.5mm છે.

વર્લ્ડ રેકોર્ડ છે એના નામે: જ્યારે જાણીતા કલાકાર મોહનલાલને આ અંગે જાણ થઈ ત્યારે તેઓ પણ આટલી નાની ગણેશીની મૂર્તિ લેવા માટે પહોંચ્યા હતા. ગણેશે સ્ક્લ્પચરની અંદર સૂક્ષ્મ નટરાજ શિલ્પ સાથે એક વીંટી ડિઝાઇન કરી અને મોહનલાલને આપી. જ્યારે આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ, ત્યારે ઘણી જાણીતી હસ્તીઓએ આવા શિલ્પો માટે ગણેશનો સંપર્ક કરવા લાગી. અત્યાર સુધીમાં ઘણા જાણીતા સ્ક્લપચર તેણે બનાવી કાઢ્યા છે.

આ પણ વાંચો:આ તો કેવી પોલીસ કે અઠવાડિયામાં ત્રણ વખત થાય છ બદલી, જાણો ઘટના..

આ વિરાટ હસ્તીનું વામન રૂપ: ગણેશે મધર થેરેસા, મક્કા-મદીના, જીસસ ક્રાઈસ્ટ અને કથકલી સહિત અનેક નેનો શિલ્પો બનાવ્યા છે. તેણે તાજેતરમાં સામાજિક સંદેશ સાથે એક શિલ્પ પણ બનાવ્યું છે, 'કોવિડથી બચવું', જેમાં કોવિડ રોગચાળાને કાબૂમાં લેવા માનવતાના સંઘર્ષની વિગતો આપવામાં આવી છે. ગણેશે વિશ્વમાં સૌથી નાના નંબરનું લોક બનાવવાનો એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સોનાના દાણામાંથી બનેલા આ તાળાની ઉંચાઈ 3 મીમી અને વ્યાસ માત્ર 1 મીમી છે. તિરુવનંતપુરમમાં તેમની એક ગેલેરી પણ છે, જેમાં તેમની કલાકૃતિઓ પ્રદર્શિત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.