ETV Bharat / bharat

ચાલો જઈએ કેફેમાં : જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં વિશ્વનું સૌથી મોટું બરફથી બનેલું ઇગ્લૂ કાફે ખુલ્યું - વિશ્વનું સૌથી મોટું ઇગ્લૂ કાફે

બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં વિશ્વનું સૌથી મોટું ઇગ્લૂ કેફે (World Largest Igloo Cafe) પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. શિયાળાના અંત સુધીમાં, કાશ્મીર અને ગુલમર્ગની મુલાકાતે આવતા પ્રવાસીઓ (Jammu and Kashmir Tourists) આ બરફની અજાયબીઓનો આનંદ માણી શકે છે. ફિનલેન્ડ, કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડ ઇગ્લૂ કેફેની તર્જ પર ખોલવામાં આવેલા કેફેમાં દરેક વસ્તુ બરફથી બનેલી છે. જાણો ઇગ્લૂ કાફેની વિશેષતા વિગતવાર...

ચાલો જઈએ કેફેમાં : જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં વિશ્વનું સૌથી મોટું બરફથી બનેલું ઇગ્લૂ કાફે ખુલ્યું

author img

By

Published : Feb 7, 2022, 12:36 PM IST

Updated : Feb 7, 2022, 1:05 PM IST

જમ્મુ અને કાશ્મીર: કાશ્મીરના ગુલમર્ગમાં બનેલું વિશ્વનું સૌથી મોટું ઇગ્લૂ કાફે (World Largest Igloo Cafe) પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુલમર્ગના પ્રસિદ્ધ સ્કી રિસોર્ટમાં ખોલવામાં આવેલા 'સ્નૂગ્લુ' નામના આ કેફેની (Igloo Cafe in Gulmarg) ખાસિયત તેનું કોતરવામાં આવેલ ઈન્ટિરિયર છે. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. આ ઈગ્લૂ કેફેમાં ડાઈનિંગ ટેબલથી લઈને ખુરશી સુધી બધું જ બરફથી (Ice Cafe in Gulmarg) બનેલું છે.

પ્રવાસીઓને દિવાના બનાવી રહ્યું છે

બરફની ચાદરથી ઢંકાયેલું કેફે
બરફની ચાદરથી ઢંકાયેલું કેફે

જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ ગુલમર્ગમાં 'સ્નૂગલુ' નામનું એક ઇગ્લૂ કાફે (Snooglu Igloo Cafe in Gulmarg) પ્રવાસીઓને દિવાના બનાવી રહ્યું છે. તેની લોકપ્રિયતા એટલી છે કે શ્રીનગર અને ગુલમર્ગની મુલાકાત લેતા પ્રવાસીઓ એક સમયે વિશ્વના સૌથી મોટા ઈગ્લૂ કાફેની મુલાકાત (Visit Igloo Cafe) લેવા ઈચ્છે છે. કેફેમાં આવેલી પુણેની એક પર્યટક એકતાએ કહ્યું કે, મેં સાંભળ્યું છે કે કાશ્મીર સ્વર્ગ છે. મને આવીને સમજાયું કે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. હું ઇગ્લૂ કાફેમાં છું અને તે સ્વર્ગથી ઓછું નથી. ઇગ્લૂ કાફેમાં તમામ સુવિધાઓ (Facility at Igloo Cafe) છે.

આ પણ વાંચોઃ ચાની કેબિનથી લઇ કાફે ખોલવા સુધીની સફળ બિઝનેસ સફર તય કરતાં નિશા હુસેન

વિશ્વનું સૌથી મોટું ઇગ્લૂ કાફે

પ્રવાસીઓનું નવું આકર્ષણ ઇગ્લૂ કાફે 37.5 ફૂટ ઊંચું છે અને તેનો વ્યાસ 44.5 ફૂટ છે. કેફેના નિર્માતા સૈયદ વસીમ શાહે દાવો કર્યો હતો કે તે વિશ્વનું સૌથી મોટું ઇગ્લૂ કાફે છે. તેમણે જણાવ્યું કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર સૌથી મોટા ઇગ્લૂ કાફેનો (Largest Cafe in the World) વર્તમાન રેકોર્ડ સ્વિટ્ઝર્લેન્ડમાં છે, જેની ઉંચાઈ માત્ર 33.8 ફૂટ અને વ્યાસ 42.4 ફૂટ છે. આ રીતે જોઈએ તો ગુલમર્ગનું ઈગ્લૂ વિશ્વનું સૌથી મોટું ઈગ્લૂ બની ગયું છે. ઇગ્લૂ કાફેના સભ્ય માહુરે જણાવ્યું કે તેણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે અરજી કરી છે.

ઇગ્લૂ કાફેમાં બે વિભાગ છે

સૈયદ વસીમ શાહે જણાવ્યું કે, સ્વિટ્ઝર્લેન્ડના એક કેફેથી પ્રેરિત બનીને તેને બનાવવાનું નક્કી કર્યું છે. સ્નૂગ્લુ કાફે 25 લોકો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેને બનાવવામાં લગભગ 2 મહિનાનો સમય લાગ્યો હતો. ઇગ્લૂ કાફેમાં બે (Specialty of Igloo Cafe) વિભાગ છે, એક બેઠક માટે અને એક કલા માટે. આર્ટ વિભાગમાં દિવાલો પર કોતરણી કરવામાં આવી છે. આ કેફેમાં બનેલી આઈસ સીટ ઘેટાંની ચામડીથી ઢંકાયેલી છે. અહીં આવતા લોકોને પરંપરાગત કાશ્મીરી વાનગીઓ પીરસવામાં આવે છે. તે એક સમયે 40 મહેમાનોને સમાવી શકે છે. આ ઉપરાંત એક પ્રવાસી સ્વપ્નિલ ખંડોરે કહ્યું કે તેની પાસે આ સ્થળની સુંદરતાને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. ઈગ્લૂ કાફેમાં આર્ટથી લઈને આઈસ ટેબલ સુધી, બધું જ ભવ્ય છે.

આ પણ વાંચોઃ ગુજરાતનું પ્રથમ કાફે, જ્યાં દિવ્યાંગ કર્મીઓ પીરસી રહ્યા છે વિશ્વની શ્રેષ્ઠ વાનગી, જુઓ ખાસ અહેવાલ

Last Updated : Feb 7, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.