ETV Bharat / bharat

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ - નિષ્પક્ષ અને સ્વસ્થ સમાજની થીમ પર ઉજવાશે - Corona epidemic

વિશ્વ સ્વાસ્થ્ય દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. કોરોના મહામારીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. કોરોનાની નવી લહેરના કારણે ભારતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે ડોક્ટરો પણ ચિંતામાં મૂકાયા છે.

corona
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ - નિષ્પક્ષ અને સ્વસ્થ સમાજની થીમ પર ઉજવાશે
author img

By

Published : Apr 7, 2021, 4:52 PM IST

  • આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી
  • કોરોનાની નવી લહેરને લઇને ડોક્ટર્સ પણ ચિંતીત
  • બાળકોમાં જોવા મળી રહ્યો છે કોરોનો

ન્યુઝ ડેસ્ક: નિષ્પક્ષ અને સ્વસ્થ સમાજની થીમ પર મનાવવામાં આવશે આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2021. વર્તમાન સમયમાં એકવાર ફરી દેશમાં કોરોનાની નવી સંક્રમણની લહેરમાં લોકો જીવી રહ્યા છે. ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો તથા વિશેષજ્ઞો તેવા જ પ્રયાસોમાં છે કે દુનિયાને કોરોના મહામારીમાંથી જલ્દી બહાર લાવી શકાય. આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2021 પણ વિશ્વને રોગમુક્ત અને સ્વસ્થ બનાવવાના પ્રયાસ સાથે નિષ્પક્ષ અને સ્વસ્થ સમાજની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય દિવસનો ઈતિહાસ

દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવતો વિશ્વ સ્વાસ્થ્ય દિવસના નિમીત્તે ETV Bharat સુખીભવની ટીમે વૈશ્વિક મહામારી કોરોનાના સતત બદલાતા સ્વરૂપ તથા તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વધતા ખતરાને લઇને અલગ અલગ ડોક્ટર્સ સાથે ચર્ચાઓ કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય દિવસનો ઇતિહાસ જુલાઈ 1946માં ન્યુયોર્ક શહેરમાં અલગ-અલગ દેશોની પહેલ પર સ્વાસ્થ્ય ક્ષેત્ર પર કાર કરવા માટે આંતરષ્ટ્રીય NGO સંસ્થાના રૂપમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્માણની યોજન કરવામાં આવી હતી. આ ઉપરાંત 7 એપ્રિલ 1948ના દિવસે 61 દેશો દ્વારા વિધિવત હસ્તાક્ષર ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠની ઔપચારીક શરૂઆતની ઘોષણા થઈ. વર્ષ 1950થી દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પહેલથી 7 એપ્રિલના દિવસે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે.

આ પણ વાંચો : વિશ્વ આરોગ્ય દિવસ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવે 7 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

સ્વાસ્થ્ય સંગઠનનો ઉદ્દેશ

જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા માનવામાં આવે તો વિશ્વના કેટલાય દેશો એવા છે કે જ્યા 60 ટકાથી વધું લોકો સ્વાસ્થ્ય સેવાના અભાવ સાથે જીવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તર પર દરેક વર્ગના અંતર્ગત આવવાવાળા દેશોમાં સ્વાસ્થ્ય સંબધીત જરૂરતોની દિશામાં ચોક્કસ પગલા લેવાના તથા લોકોમાં વિભિન્ન રોગો અને બિમારીઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવાનું છે. પોતાના આ જ ઉદ્દેશને પુરો કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હંમેશા કાર્યરત રહે છે. ખાસ કરીને કોરોના મહામારીની વાત કરીએ તો આ નિરાશાજનક સમયની શરૂઆતથી જ વિશ્વ સ્વાસ્થ્ય સગંઠન તરફથી વિભિન્ન સ્તરો પર આ રોગથી લડવા અને બધા લોકો સુધી જરૂરી સ્વાસ્થ્ય સેવા પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોના વિશે વિશ્વ સ્વાસ્થ્ય સગંઠનની રીપોર્ટ અનુસાર કોરોનાથી પ્રભાવિત થવા વાળા લોકોના ઈલાજમાં તેમનો દેશ, સમય, પરિસ્થિતિ,શિક્ષા, પર્યાવરણ, તેમની આર્થિક સ્થિતિ સહિત સ્વાસ્થ્ય સેવાઓ તથા સારી સારવાર પહોંચાડવામાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જનહિત તથા જનસેવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક ઉદ્દેશો પણ નક્કી કરવામાં આવ્યા છે, જે આ પ્રકારે છે, વિભિન્ન દેશોના વરિષ્ઠ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું કે દરેક લોકોના લોકોને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે, લોકોની નિયમીત રીતે તપાસ અને નિરિક્ષણ કરી આંકડાઓ ભેગા કરવામાં આવે, જેના કારણે સૌથી વધુ સમસ્યા વિશે જાણકારી મેળવી શકાય, આ વાતને સુનિશ્ચિત કરવું દરેક વર્ગ અને આયુના લોકોને દરેક પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ મળી રહે. આર્થિક પરીસ્થિતીના કારણે સ્વાસ્થ્ય સેવા ન મેળવી શકતા લોકોની મદદ કરવાનો પ્રયાશ કરવો.

કોરોનાની નવી લહેર વધુ પ્રભાવિત

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર કોરોના વાયરસે 2020ની શરૂઆતથી જ લોકોના જનજીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. કોરોનાના કપરાકાળમાં ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓએ આગળ રહી પોતાની ભૂમિકા ભજવી છે. પણ હવે ફરી એક વાર કોરોના કેસની સંખ્યા વધવા લાગી છે તથા આ નવી લહેરને ડોક્ટર્સ પહેલા કરતા વધારે ગંભીર માની રહ્યા છે. કોરોના 19 સંક્રમણની નવી લહેરને લઇને એપ્પલ હોસ્પિટલ, ઈન્દોરના જનરલ ફિઝીશિયન ડોક્ટર સંજય જૈન જણાવે છે કે કોરોના એક વાયરલ સંક્રમણ છે અને વાયરલ સંક્રમણ પોતાની સંરચના હંમેશા બદલતા રહેતા હોય છે. કોરોનાના વધતા કેસ આ નવી સંરચનાને કારણે જ આવ્યા છે. ડો જૈન કહે છે કે જેટલી જલ્દી જે રીતે આ સંક્રમણ ફેલાઇ રહ્યુ છે એટલા જ આ સંક્રમણના લક્ષણો પર સઘન છે. આંકડા જોઈએ તો નવા સંક્રમણની અસર વુદ્ધો સાથે નાના બાળકોમાં પણ જોવા મળી રહી છે. વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડો. હેમ જોષી પણ કોરોનાની નવી લહેરને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરને કારણે ચિંતીત છે. ડો જોષી કહે છે કે હજુ પણ કોમોરબિડિટીના શિકાર લોકોને કોરોનાનો ખતરો બીજા કરતા વધું છે, પણ તેમની પાસે સલાહ લેવા આવતા સંક્રમિત પિડીતોની સંખ્યામાં વધારો થયો છે, જેમનો આખો પરીવાર કોરોના સંક્રમિત છે. જોકે કોરોના સંક્રમિત થયેલા દર્દીની હાલત વધુ ખરાબ ન હોય તો તે ઘરે રહીને પણ ઠીક થઈ શકે છે શરત એટલી કે ડોક્ટર દ્વારા આપેલી દવાનું નિયમીત રીતે સેવન કરવું અને સલાહ અનુસરવી.

આ પણ વાંચો : વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ફિઝિશયન એસ. એસ. સિંઘની ETV BHARAT સાથે ખાસ વાતચીત..

બાળકો પણ આવી રહ્યા છે ઝપેટમાં

બાળ રોગના ડોક્ટર સોનાલી નવલે પુરંદરે જણાવે છે કે સંક્રમણની શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતુ કે આ વાયરસ બાળકને વધારે પ્રભાવિત નહીં કરે, કારણ કે તેમની ઈમ્યુનિટી વધારે હોય છે. હાલમાં કોરોનાની નવી લહેરની અસર બાળકોમાં વધારે જોવમાં મળી રહી છે. તે જણાવે છે કે સંક્રમણની સંરચનામાં થયેલા મ્યુટેશનના કારણે હાલમાં સ્થિતી એવી છે કે 2-3 વર્ષના બાળકને પણ આ વાયરસ પોતાની ઝપેટમાં લઈ શકે છે. બાળકોમાં કોરોનાના લક્ષણ વિશે જણાવે છે કે બાળકોમાં કોરોનાના લક્ષણમાં વધારે પડતું અંતર નથી. પહેલાની જેમ જ કફ, તાવ શરદી કોરોનાના સામાન્ય લક્ષણ છે. વરિષ્ઠ બાળ રોગ ડો. લતિકા જોષી જણાવે છે કે ખાસ કરીને બાળકોના લક્ષણોમાં પરીવાર ધ્યાન નથી આપતું જેના કારણે બાળક કોરોનાનુ કેરીયર બને છે. હાલના સમયમાં જરૂરી છે કે બાળકોમાં સામાન્ય લક્ષણ દેખાતા તેમની તપાસ કરાવવામાં આવે. ડો વીણા કૃષ્ણન જણાવે છે કે, કોરોનાની રસી બજારમાં આવી જવાથી લોકોના મનમાં શાંતિ થઈ છે કે હવે આ રોગમાંથી છૂટકારો મળી જશે, પરંતુ કોરોનાની નવી લહેરને કારણે વધતા જતા કેસને કારણે લોકોના મનમાં ફરી વાર બેચેની, ચિંતા અને તણાવ ઉભો કર્યો છે. જોકે પહેલા કરતા સંક્રમણ સાથે જોડાયેલી માહિતીની જાગૃતતા અને મહામારી સાથે આટલા લાંબબા સમય રહેવાને કારણે લોકોમાં માનસિક દબાવ ઓછો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.