- દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસ હોય છે
- આજનો દિવસ એચઆઈવીથી પીડિત લોકોને સમર્થન આપવાનો દિવસ
- આ દિવસે એઈડ્સ સંબંધિત બીમારીથી મરનારા લોકોને પણ યાદ કરવાનો દિવસ
હૈદરાબાદઃ વર્ષ 1988માં શરૂ કરવામાં આવેલા વિશ્વ એઈડ્સ દિવસ (World AIDS Day 2021) પહેલા વૈશ્વિક આરોગ્ય દિવસ (World aids day first global health day) હતો. જો વર્તમાનની વાત કરીએ તો વિશ્વભરમાં લગભગ 4 કરોડ લોકોમાં આ વિનાશકારી વાઈરસ હાજર છે. એઈડ્સ પીડિત લોકો માટે વિશ્વ જીવો અને જીવવા દો મંત્ર આપે છે.
વિશ્વ એઈડ્સ દિવસનું (World AIDS Day 2021) મહત્ત્વ
બ્રિટનમાં 1,05,200થી વધુ લોકો એચઆઈવીની સાથે જીવી રહ્યા છે. તો વિશ્વ સ્તર પર લગભગ 38 મિલિયન એટલે કે 3.80 કરોડથી વધુ લોકો છે, જેમાં આ વાઈરસ છે. વર્ષ 1984માં વાઈરસની ઓળખ થવા છતા 35 મિલિયનથી વધુ લોકો એચઆઈવી કે એઈડ્સથી સંબંધિત બીમારીઓથી મરી ચૂક્યા છે, જેનાથી આ ઈતિહાસમાં સૌથી વિનાશકારી મહામારીઓમાંથી એક બની ગઈ છે. આજે એચઆઈવી સારવારમાં વૈજ્ઞાનિક પ્રગતિ થઈ છે. એચઆઈવીની સાથે રહેનારા લોકોની રક્ષા માટે કાયદો છે અને અમે સ્થિતિ અંગે ઘણું સમજીએ છીએ. તેમ છતાં યુકેમાં દર વર્ષ 4,139થી વધુ લોકોમાં એચઆઈવીની સારવાર કરવામાં આવે છે. લોકો પોતાની અને બીજાની રક્ષા કરવા અંગેના તથ્યોને નથી જાણતા અને આ સ્થિતિની સાથે રહેનારા અનેક લોકો માટે કલંક અને ભેદભાવ એક વાસ્તવિકતા છે.
એચઆઈવી સમાપ્ત નથી થયો
વિશ્વ એઈડ્સ દિવસ (World AIDS Day 2021) આ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, આ જનતા અને સરકારને યાદ અપાવે છે કે, એચઆઈવી (HIV) સમાપ્ત નથી થયો. હજી પણ ધન એકત્રિત કરવા, જાગૃતિ વધારવા, પૂર્વાગ્રહથી લડવા અને શિક્ષણમાં સુધારો કરવાની એક મહત્ત્વપૂર્ણ આવશ્યકતા છે.
વિશ્વ એઈડ્સ દિવસની થીમ
આ વર્ષે વિશ્વ એઈડ્સ દિવસ (World AIDS Day 2021)ની થીમ (world aids day theme 2021 india) 'અસમાનતા સમાપ્તઃ એઈડ્સ મહામારીનો અંત' છે. યુએન વિશ્વ એઈડ્સ દિવસ (World AIDS Day 2021) પર વિશ્વભરમાં એઈડ્સ અને અન્ય મહામારીઓને પ્રોત્સાહન આપતી અસમાનતાઓને દૂર કરવાની તાત્કાલિક આવશ્યકતા પર ભાર આપી રહ્યું છે. જોકે, તમને એ જાણવાની જરૂર છે કે, એચઆઈવી અને એઈડ્સ વિશ્વને કઈ રીતે અસર કરી રહ્યું છે.
એઈડ્સ શું છે?
એઈડ્સ (Acquired Immune Deficiency Syndrome- AIDS) એક ખૂબ જ ખતરનાક બીમારી છે, જેની સારવાર અત્યાર સુધી નથી શોધાઈ શકી. આ એચઆઈવી (Human immunodeficiency virus)નું કારણ હોય છે. જે વ્યક્તિને આ બીમારી થાય છે. તે અનેક અંગોની નિષ્ફળતા અને વધુ સંક્રમણ માટે અતિસંવેદનશીલ હોય છે. સારી આરોગ સુવિધાના કારણે એચઆઈવી સંક્રમણ વધુ વ્યવસ્થિત થઈ ગયું છે, જેનાથી એચઆઈવીવાળા લોકો લાંબા સમય સુધી જીવન જીવી શકે છે.
નવા એચઆઈવી સંક્રમણ
યુએન એઈડ્સનું કહેવું છે કે, વર્ષ 1997માં વિશ્વભરમાં ઊંચાઈએ પહોંચ્યા પછીથી નવા એચઆઈવી સંક્રમણમાં 52 ટકાનો ઘટાડો થયો છે. આમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 1997માં 3.0 મિલિયન લોકોની સરખામણીમાં 2020માં લગભગ 1.5 મિલિયન લોકો એચઆઈવીથી સંક્રમિત થયા હતા. યુએન એઈડ્સનું કહેવું છે કે, 2010 પછીથી નવા એચઆઈવી સંક્રમણોમાં 31 ટકાનો ઘટાડો આવ્યો છે, જે વર્ષ 2020માં 2.1 મિલિયનથી 1.5 મિલિયન થઈ ગયો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2010 પછીથી બાળકોમાં પણ નવા એચઆઈવી સંક્રમણોમાં 53 ટકાનો ઘટાડો આવ્યો છે, જે વર્ષ 2010માં 3,20,000થી 2020માં 50,000 થઈ ગયો છે.
વૈશ્વિક આંકડા
યુએન એઈડ્સ અનુસાર, એચઆઈવીવાળા લોકોની સંખ્યા 2020માં વિશ્વભરમાં એચઆઈવીની સાથે લગભગ 37.6 મિલિયન લોકો હતો. આમાંથી 35.9 મિલિયન પુખ્ત હતા અને 1.7 મિલિયન 15 વર્ષ સુધીના બાળક હતા. નવા એચઆઈવી સંક્રમણ 2020માં વિશ્વભરમાં અંદાજિત 1.5 મિલિયન વ્યક્તિઓને એચઆઈવી થયો હતો. વર્ષ 2010 પછીથી નવા એચઆઈવી સંક્રમણોમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ એ લોકોની અંદાજિત સંખ્યાને સંદર્ભિત કરે છે, જેમણે એચઆઈવી પ્રાપ્ત કર્યું છે. આપવામાં આવેલા સમયગાળા દરમિયાન વાઈરસ, જેવા કે એક વર્ષ, જો એક વર્ષના સમયગાળો એચઆઈવીથી પીડિત લોકોની સંખ્યાથી અલગ છે.
એચઆઈવી/એઈડ્સ પર કોવિડની અસર
UNAIDS અનુસાર, કોવિડ-19 મહામારીએ અનેક દેશોમાં આરોગ્ય સેવાઓને વ્યાપક રીતે વિક્ષેપ પાડ્યો છે. કેટલાક દેશોમાં એચઆઈવી સેવાઓમાં 75 ટકા સુધી વિક્ષેપની સૂચના મળી છે. ડબ્લ્યૂએચઓ (W.H.O.)એ જાણ્યું હતું કે, એચઆઈવી સંક્રમણવાળા લોકોની સરખામણીમાં એચઆઈવીની સાથે રહેતા લોકોમાં ગંભીર કે ઘાતક કોરોના (covid 19 coronavirus cases india) થવાનું જોખમ 30 ટકા વધુ હતું.
વર્ષ 2020માં W.H.O.એ કોવિડની અસરને જાણવા માટે એક સર્વેક્ષણ પણ કર્યું હતું કે, આ કઈ રીતે એચઆઈવીની સાથે રહેતા લોકોને અસર કરે છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે, કોવિડ-19ના કેસ વધવા દરમિયાન 73 દેશોએ ચેતવણી આપી હતી કે, કોવિડ-19 મહામારીના પરિણામ સ્વરૂપે તેમને એન્ટીરેટ્રોવાઈરલ (ARV) દવાઓની સાથે સ્ટોક-આઉટનો ખતરો હતો. તો 24 દેશોએ અથવા તો ગંભીર રીતે ઓછા સ્ટોક હોવાની સૂચના આપી અથવા એઆરવી કે આ જીવન રક્ષક દવાઓના પૂરવઠામાં વિક્ષેપની જાણકારી આપી હતી.
એઈડ્સ- સંખ્યામાં ભારતની સ્થિતિ (AIDS - India's position in numbers)
એઈડ્સ સોસાયટી ઓફ ઈન્ડિયા (AIDS Society of India)ના મતે, વર્ષ 2019ના અંત સુધી ભારતમાં 2.35 મિલિયન લોકો એચઆઈવીની સાથે જીવી રહ્યા હતા. આમાંથી 1.345 મિલિયન લોકો એઆરટી પ્રાપ્ત કરી રહ્યા હતા. ગયા વર્ષના અંતમાં ભારતમાં 69,220 નવા એચઆઈવી સંક્રમણ અને 58,960 એઈડ્સ સંબંધિત મોત થયા હતા. નાકોએ (National AIDS Control Organization) પણ એ ખુલાસો કર્યો છે કે, ભારતમાં પ્રતિ 1,00,000 વસતી પર એઈડ્સ સંબંધિત મૃત્યુદર મણિપુર (36.96)માં સૌથી વધુ છે. ત્યારબાદ મિઝોરમ (28.34), નાગાલેન્ડ (26.20), આંધ્ર પ્રદેશ (21.76), પોંડુચેરી (15.33), મેઘાલય (11.08) અને તેલંગાણા (10.79) છે.
વર્ષ 2019માં રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન (National AIDS Control Organization)ના રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે, મેઘાલય (0.76 ટકા)માં એચઆઈવી મહામારી ખૂબ વધારે હતી, જે મિઝોરમ (1.19 ટકા) અને નાગાલેન્ડ (0.82 ટક) પછી દેશમાં ત્રીજી સૌથી વધુ છે.
આ પણ વાંચો- HIV પોઝિટિવ દર્દી સાથેનું વર્તન બદલી તેને સમાજમાં સારું સ્થાન અપાવતી વિહાન સંસ્થા
આ પણ વાંચો- અરવલ્લીમાં ગુજરાત એડ્સ અવેરનેસ ઍન્ડ પ્રીવેંશન સોસાયટીના સભ્યોએ કોરોનાની રસી લીધી