- NDAમાં મહિલાઓને પોતાની ઉમેદવારી રજૂ કરવાની મંજૂરી
- ચાલું વર્ષે મહિલાઓના પ્રવેશ પર છૂટ મેળવવા વિંંનતી કરી
- કેન્દ્રએ માળખાગત બદલાવની જરૂરિયાતના કારણને આગળ ધર્યું
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બુધવારના સુપ્રીમ કૉર્ટને જણાવ્યું કે, સશસ્ત્ર દળોએ નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માં મહિલાઓને પોતાની ઉમેદવારી રજૂ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, કેન્દ્રએ પાયાના માળખામાં બદલાવ કરવાની જરૂરીયાતને આગળ ધરતા અદાલતથી ચાલૂ વર્ષ માટે NDAમાં મહિલાઓના પ્રવેશથી છૂટ આપવાનો અનુરોધ કર્યો છે.
એડિશનલ સોલિસિટર જનરલએ આ મામલે દલીલ આપી
એડિશનલ સોલિસિટર જનરલ (SSG) ઐશ્વર્યા ભાટીએ NDA પરીક્ષામાં મહિલાઓને ભાગ લેવાની મંજૂરી આપવાના મામલે અદાલતની સમક્ષ આ દલીલ આપી. ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે.
મહિલાઓને કાયમી કમિશન માટે સામેલ કરવામાં આવશે
SSGએ ખંડપીઠને જણાવ્યું કે, સર્વોચ્ચ દળો અને સરકારમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી દ્વારા મહિલાઓને કાયમી કમિશન માટે સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ નિર્ણય મંગળવારે મોડી સાંજે લેવામાં આવ્યો હતો. જો કે SSGએ અદાલતને વિનંતી કરી કે વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે NDAમાં પ્રવેશના સંબંધમાં યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે, કારણ કે આ માટે પ્રક્રિયા અને માળખાગત બદલાવની જરૂર છે.
અદાલતે કેન્દ્રને ઘટનાક્રમનો રેકૉર્ડમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે
ન્યાયમૂર્તિ કૌલે કહ્યું કે, સશસ્ત્ર દળો આ દેશની સન્માનિત શક્તિ છે, પરંતુ જાતિય સમાનતા પર તેમને વધારે કામ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કૉર્ટે 18 ઑગષ્ટના વચગાળાના આદેશમાં મહિલાઓને અસ્થાઈ આધાર પર NDA પરીક્ષામાં સામેલ થવાની પરવાનગી આપી હતી. આ આદેશ એક રિટ અરજી પર સુનાવણી કરતા અદાલતે પસાર કર્યો હતો, જેમાં તર્ક આપવામાં આવ્યો હતો કે NDAથી મહિલાઓનો બહિષ્કાર મનસ્વી, ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય છે.
વધુ વાંચો: મહિલાઓ NDAની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટ
વધુ વાંચો: મુકેશ અંબાણી પાસેથી પૈસા પડાવવા માંગતા હતા સચિન વાઝે