- પુણેની એક ડાયડટિશિયન સાડી પહેરીને કરે છે જીમમાં કસરત
- સાડી પહેરીને કસરત કરતી મહિલાનો વીડિયો વાયરલ
- શર્વરીએ સમાજની સામે એક ઉત્તમ દાખલો રજૂ કર્યો
પુણે: સાડી પહેરીને જીમમાં કસરત કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ડો. શર્વરી ઈમાનદારનો છે. વ્યવસાયે ડાયટિશિયન ડો. શર્વરી નિયમિત રીતે જીમમાં જતી હતી. પરંતુ લોકડાઉન દરમિયાન જીમ બંધ થવાથી તેણીએ કસરત કરવાનું બંધ કર્યુ હતુ. લોકડાઉનના લાંબા સમય પછી જીમ ફરી શરુ થયુ ત્યારે તેણે સાડી પહેરીને કસરત કરી ઝિંગાટ શૈલીમાં ખુશી વ્યક્ત કરી હતી.
સાડી પહેરીને જીમમાં કરી કસરત
ડો. શર્વરી ઇનામદાર ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવે છે કે, વ્યાયામ સારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તો તેને સાડી પહેરીને કેમ સાર્થક કરવું ? આ વીડિયો આ વિચાર વિશે છે. તેનો હેતુ બતાવવાનો હતો કે સાડી હોવાને કારણે કવાયતમાં કોઈ અડચણ નથી આવતી. કસરત શરીર અને મનને સ્થિરતા આપે છે. તે જીવનધોરણ ઉચું કરે છે. મહિલાઓએ પણ હાડકા મજબૂત રાખવા કસરત કરવાની જરૂર છે. તંદુરસ્ત રહેવા માટે તમારે ખૂબ સક્રિય રહેવું પડશે. એવા લોકો બહુ ઓછા છે જેમને સ્વસ્થ રહેવા માટે ઓછી મહેનત કરવી પડે છે. સ્વસ્થ રહેવા માટે મોટાભાગના લોકોને અત્યંત જાગ્રત રહેવાની જરૂર છે. રોગોને દૂર રાખવા માટે સારો આહાર અને તંદુરસ્ત નિત્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પોતાનો આહાર અને કસરતનું શેડ્યૂલ બનાવ્યું
શર્વરીના પતિ ડો. વૈભવ ઇનામદારે ઈટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યુ છે કે, અગાઉ તે સાયકલિંગ, કાર્ડિયો, ભરતનાટ્યમ જેવા વર્કઆઉટ કરતી હતી. ત્યારબાદ મેં તેને વેઇટ ટ્રેનિંગ કરવાની સલાહ આપી અને તેમાં તેણે પોતાનામાં ઘણો સુધાર લાવ્યો. તેમણે આહાર પણ જાળવ્યો અને સારા પરિણામ મળ્યા. તેણીએ પોતાનો આહાર અને કસરતનું શેડ્યૂલ બનાવ્યું છે, તેણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાનો વિકાસ કર્યો છે.
સ્વસ્થ રહેવા માટે કોઈ સીમા બાંધતી નથી
અંતમાં શર્વરી કહે છે કે, હું એવું નથી કહેતી કે, સાડી પહેરીને વર્કઆઉટ કરો. મારુ એટલું જ કહેવું છે કે જો તમે સ્વસ્થ રહેવા માંગે છે તો કોઈ પણ સીમા તમને આનાથી રોકી ન શકે.
આ પણ વાંચો: બઠિંડાની મહિલાની પહેલ, ઓટો રીક્ષા ચલાવી કરી રહી છે કમાણી
સમાજની સામે એક ઉત્તમ દાખલો રજૂ કર્યો
શર્વરી પુણેમાં ડાયેટ ક્લિનિક દ્વારા સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહારના મહત્વ પર ભાર મૂકે છે. શર્વરીએ ખરેખર એક દાખલો બેસાડ્યો છે અને તે સ્વસ્થ વ્યક્તિત્વ માટે આંદોલન ચલાવી રહી છે. પોતાને સ્વસ્થ રાખવા અને સારા સ્વાસ્થ્યનો સંદેશ આપવા માટે શર્વરીએ સમાજની સામે એક ઉત્તમ દાખલો રજૂ કર્યો છે.