ETV Bharat / bharat

Bengaluru Crime: ચાલતી કારમાં એક નહી પણ ચાર લોકોએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, કરાઈ ધરપકડ - woman Rapped in a moving car in Bengaluru

કોરમંગલા પોલીસે દુષ્કર્મ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે 25 માર્ચે એક યુવતીને બળજબરીથી કારમાં ખેંચી હતી જ્યારે તે પાર્કમાં મિત્ર સાથે વાત કરી રહી હતી અને ચાલતી કારમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

Bengaluru Crime: ચાલતી કારમાં એક નહી પણ ચાર લોકોએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, કરાઈ ધરપકડ

author img

By

Published : Mar 31, 2023, 7:56 PM IST

બેંગલુરુ: બેંગલુરુમાં પાર્કમાં બેઠેલી એક મહિલાનું અપહરણ કરીને ચાલતી કારમાં તેના પર દુષ્કર્મ કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે 25 માર્ચે રાત્રે લગભગ 10 વાગે ચાર લોકોએ કોરમંગલામાં 'નેશનલ ગેમ્સ વિલેજ પાર્ક'માં બેઠેલી મહિલાનું અપહરણ કર્યું અને તેઓ તેને કારમાં લઈ ગયા.

આ પણ વાંચો: Bihar Crime : પુત્રએ ઓનલાઈન મંગાવેલ હથિયારથી પિતાની કરી હત્યા

ઝઘડા બાદ કર્યું અપહરણ: પોલીસે સતીશ, વિજય, શ્રીધર અને કિરણ આરોપીની ધરપકડ કરી છે. યુવતી અને તેનો મિત્ર 25 માર્ચે રાત્રે લગભગ 10 વાગ્યે કોરમંગલાના નેશનલ ગેમ્સ પાર્કમાં બેઠા હતા. ત્યાં આવેલા આ ચારેય આરોપીઓએ મિત્રને ધમકાવીને ભાગી છૂટ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓએ યુવતી સાથે ઝઘડો કર્યો અને કારમાં તેનું અપહરણ કર્યું.

દુષ્કર્મ બાદ રોડ પર છોડી દીધી: પોલીસના જણાવ્યા અનુસાર, ડોમાલુર, ઇન્દિરા નગર, આનેકલ અને નાઇસ રોડ સહિત અનેક સ્થળોએ ચાલતી કારમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આખી રાત અહીં-તહીં ભટક્યા બાદ પીડિત યુવતીને સવારે 4 વાગ્યે તેના ઘર પાસે રોડ પર છોડી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પીડિતાએ 26 માર્ચે કોરમંગલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની પૃષ્ઠભૂમિની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: UP News: બાંદામાં પાગલ યુવાને માતાની જ કરી હત્યા, કહ્યું - ભગવાને સપનામાં હત્યાનો કર્યો હતો આદેશ

આરોપીએ પીડિતાને ધમકી આપી: પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે, જો તેણીએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે પીડિતાની બાદમાં સારવાર કરવામાં આવી હતી અને આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.