ETV Bharat / bharat

મહિલાએ નક્કી કર્યો મૃત્યુનો દિવસ અને જીવતા સમાધીમાં બેઠી - shocking thing happened

રાજસ્થાનમાં આવેલ અલવર જિલ્લામાં રવિવારે એક મહિલાએ તેના મૃત્યુનો દિવસ નક્કી કરીને સમાધિ (shocking thing happened) પર બેઠી હતી. આ પછી આસપાસના લોકો મહિલાને જોવા માટે એકઠા થઈ ગયા હતા. મામલાની જાણ થતાંની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી. તે જ સમયે, તેનો વીડિયો સોશિયલ મીડિયા (Viral Video women) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ નક્કી કર્યો મૃત્યુનો દિવસ અને બેઠી સમાધિમાં પછી આ ચોંકાવનારું થયું

author img

By

Published : Oct 10, 2022, 7:18 PM IST

રાજસ્થાનમાં આવેલ અલવર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો (shocking thing happened) સામે આવ્યો છે. જેને સાંભળીને તમે ચોંકી જશો. વૃદ્ધ મહિલાએ પહેલા મૃત્યુનો દિવસ જાહેર કર્યો અને પછી ઘરની બહાર જઇને સમાધિમાં બેસી ગઇ હતી. આ વાત વાયુવેગે ગામમાં ફેલાઇ ગઇ હતી.જેને લઇને મહિલાને જોવા માટે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. થોડી વારમાં તો કેટલીક સ્ત્રીઓએ ભજન ગાવાનું શરૂ કરી દીધું હતું અને લોકો પ્રસાદ આપવા લાગ્યા. ધણા કલાકો સુધી આ ચાલતું રહ્યું હતું અને પછી સમગ્ર મામલાની જાણ પોલીસ અને પ્રશાસનને કરવામાં

મહિલા સમાધિમાં આ ધટનાની જાણકારી મળતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને રેફરલ હોસ્પિટલમાં (Referral hospital) દાખલ કરી હતી. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ખેડલી નગરના પ્રકાશ માર્ગ પર સ્થિત કોલોનીમાં, લગભગ 90 વર્ષીય મહિલા ચિરોંજી દેવી રવિવારે બપોરે 12 વાગ્યે પરિવારને તેમના મૃત્યુનો સમય જણાવ્યા પછી ઘરની બહાર સમાધી પર બેસી ગઈ હતી.પરિવાર દ્રારા તેમને સમજાવામાં આવ્યા હતા. પરંતુ તેમણે કોઇનું સાંભળયું ન હતું. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

ટોળું એકઠું મહિલા જયારે સમાધીમાં બેઠી હતી તે સમયે લોકોનું મોટું ટોળું એકઠું થયું. ત્યાં સ્ત્રીઓએ ભજન ગાયું અને પ્રસાદ આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલીક મહિલાઓએ સાડીઓ અને કેટલાક પૈસા આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં હાજર લોકોએ આ સમગ્ર મામલાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર (Viral Video women) વાયરલ કર્યો હતો. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસ અને પ્રશાસનને મામલાની માહિતી મળી હતી.

મૃત્યુનો દિવસ નક્કી માહિતી મળતાં જ કાઠુમાર તહસીલદાર ગિરધર સિંહ મીના સહિત ખેડલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિવારજનોને સમજાવતાં તેમણે સાંજે લગભગ 6 વાગ્યે મહિલાને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. વૃદ્ધ મહિલાના પરિવારજનો રામ સૈનીએ જણાવ્યું કે તે લગભગ એક મહિનાથી ઊંઘી શકી ન હતી. તેના મૃત્યુનો દિવસ નક્કી કરવા માટે ભગવાન સાથે વાત કરી રહી હતી. હાલમાં વૃદ્ધ મહિલા ખેડલી નગરની હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

મહિલા સાથે વાત પોલીસ પ્રશાસનના અધિકારીઓ મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી વહીવટીતંત્ર કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યો છે. ચિરોંજી દેવીએ કહ્યું કે તે એક મહિનાથી ઉંઘી નથી. તેને એક સ્વપ્ન આવ્યું, જેના પછી તેણે સમાધિ લેવાનું નક્કી કર્યું. એક વૃદ્ધ મહિલાની સમાધિ લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video women)થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.