ETV Bharat / bharat

લખનઉમાં બીજેપી ઓફિસ સામે મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ - ભાજપના મુખ્યાલય લખનઉ

લખનઉમાં બીજેપી ઓફિસના ગેટ નંબર 1ની સામે એક મહિલાએ પોતાની જાતને આગ લગાડવાનો પ્રયાસ કર્યો(Woman attempts suicide in front of Lucknow BJP office) હતો. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભાજપ કાર્યાલય પહોંચ્યા બાદ મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો (Woman attempts self-immolation) હતો. જોકે, ત્યાં તૈનાત પોલીસે મહિલાને આગ લગાડતા અટકાવી હતી.

લખનઉમાં બીજેપી ઓફિસ સામે મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

author img

By

Published : Apr 1, 2022, 9:17 PM IST

લખનઉ: લખનઉમાં બીજેપી ઓફિસના ગેટ નંબર 1ની સામે એક મહિલાએ પોતાની જાતને આગ લગાડવાનો પ્રયાસ કર્યો (Woman attempts suicide in front of Lucknow BJP office) હતો. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ભાજપ કાર્યાલય પહોંચ્યા બાદ મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો (Woman attempts self-immolation) હતો. જોકે, ત્યાં હાજર પોલીસ જવાનોએ મહિલાને આગ લગાડતા અટકાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોલ્ફ સિટી રાનીખેડામાં રહેતા રામપ્યારીએ વિધાનસભાની સામે ભાજપના મુખ્યાલયના (BJP headquarters in Lucknow) ગેટની સામે પોતાના પર કેરોસીન રેડીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલા ત્યાં હાજર પોલીસકર્મીઓએ મહિલાને છેલ્લી ઘડીએ રોકી હતી. ગોસાઈગંજ પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલા પર તેના પુત્રને બળજબરીથી જેલમાં મોકલવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે તેમનો પુત્ર નિર્દોષ છે.

આ પણ વાંચો: CM Yogi Visit to Ayodhya : રામ મંદિર નિર્માણકાર્યની પ્રગતિ વિશે જાણવા અયોધ્યામાં સીએમ યોગી, શું કહ્યું જાણો

છેડતી કરવાનો પ્રયાસ: ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહિત ગૌતમ અને તેનો મિત્ર પંકજ યાદવે એક સગીર છોકરીને નશો ખવડાવી તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આમાં તેના અન્ય સાથીઓએ પણ સહકાર આપ્યો હતો. જે અંગે પીડિતાના પરિવારજનોએ ગોસાઈગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પછી ગોસાઈગંજ પોલીસે કેસ નોંધ્યો અને મોહિત ગૌતમની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો હતો. જ્યારે પંકજ યાદવ અને આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકો ફરાર છે. જ્યારે મોહિતની માતા રામપ્યારીનો આરોપ છે કે, તેના પુત્રને ફસાવવામાં આવ્યો છે. આ બાબતને લઈને રામપ્યારીએ શુક્રવારે વિધાનસભાની સામે ભાજપના મુખ્યાલયના ગેટની સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: પત્રકારો પર ગુસ્સે થયા બાબા રામદેવ, કહ્યું- હવે ચૂપ રહો, નહીં તો ઠીક નહીં થાય...

કેરોસીન રેડીને આત્મવિલોપન: હઝરતગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી શ્યામ બાબુ શુક્લાએ જણાવ્યું કે, અચાનક એક મહિલાએ ભાજપ કાર્યાલયની સામે પોતાના પર કેરોસીન રેડીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર હાજર મહિલા પોલીસકર્મીની મદદથી બચાવની કામગીરી કરવામાં આવી હતી. સમજાવટ બાદ મહિલાને હઝરતગંજ મહિલા પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. અહીં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.