જમ્મુ: જમ્મુ -કાશ્મીરના સાંબા વિસ્તારમાં 23 સેકન્ડની એક વીડિયો ક્લિપના (Jammu newborn video goes viral) કારણે એક મહિલાને લોકઅપમાં રાખવામાં આવી છે. આ વીડિયોમાં સાફ દેખાઈ રહ્યુ છે કે, બાળક માતાના ખોળામાં રડ્યા બાદ ગુસ્સે થયેલી માતા બાળકને નિર્દયતાથી મારતી જોવા મળે છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Suicide in Jamnagar: જામનગરના યુવકનો અશ્લિલ વીડિયો વાઈરલ થતાં યુવકે પીધી ઝેરી દવા
આ વીડિયો જોતા સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર મહિલાની ધરપકડ માટે અભિયાન ચલાવ્યું હતું. જેની ફરિયાદના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસે (Purmandal police station case) મહિલાની ધરપકડ કરી છે. મહિલાની ઓળખ માન સિંહની પત્ની પ્રીતિ શર્મા તરીકે થઈ છે. જે અપર કમિલા પુરમંડલ જિલ્લા, સાંબાના રહેવાસી છે.
આ પણ વાંચો: શું આ રીતે કોઈ નોળિયાને માણસ સાથે રમતા જોયું છે?, જૂઓ વીડિયો...
પોલીસે મહિલા વિરુદ્ધ પુરમંડલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે મહિલાની માનસિક સ્થિતિ કેવી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વાતની પુષ્ટિ કરતા સાંબાના એસએસપી અભિષેક મહાજને કહ્યું છે કે, મહિલાની ધરપકડ બાદ બાળકને તેના પિતાને સોંપી દેવામાં આવ્યો છે. જોકે આ ઘટના એક મહિના જૂની છે અને કોઈએ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે. લોકોએ બાળકી પર મહિલા દ્વારા કરાયેલી ક્રૂરતા સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. આ હ્રદયસ્પર્શી વિડિયો તેના એક સંબંધીએ શૂટ કર્યો હતો. જેમાં મહિલા કથિત રીતે બાળકને મારતી અને બેડ પર ફેંકતી જોવા મળે છે.