નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ (Congress MP Manish Tiwari) ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ કાર્યવાહી સ્થગિત કરવાની નોટિસ આપી છે. અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે વિપક્ષોએ ખાસ કરીને કોંગ્રેસ પર સંસદની કાર્યવાહીમાં અવરોધ લાવવાનો આરોપ (Congress of obstructing the proceedings of Parliament) મૂક્યો હતો. સાથે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાનું રાજનીતિકરણ ન કરવા હાકલ (Uproar in the houses on the Tawang issue) કરી હતી. બીજેપીએ આ વાત ત્યારે કહી જ્યારે અનેક વિપક્ષી દળોના સભ્યોએ કથિત ચીની ઘૂસણખોરી પર ચર્ચાની માંગ ન સ્વીકારવા બદલ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.(winter session 2022)
વિપક્ષોનું વોકઆઉટ: રાજ્યસભામાં ભાજપના વરિષ્ઠ નેતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે જ્યારે 2004 અને 2014 વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળ યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સત્તામાં હતું ત્યારે સંસદમાં સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા અથવા સ્પષ્ટતા માંગવાના ઘણા કિસ્સાઓ હતા. તેમણે વોકઆઉટ પછી પત્રકારોને જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષની નિરાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેઓએ સંસદીય નિયમોનું સન્માન કરવાનું અને સ્પીકરના નિર્ણયો પર- ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે.
આ પણ વાંચો: ભાજપની સંસદીય દળની બેઠક શરૂ, PM મોદી હાજર
કોંગ્રેસની રાજનીતિ નીચા સ્તરની: સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ ગોયલે કહ્યું કે કોંગ્રેસ ખૂબ જ નીચા સ્તરની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી એવા સમયે સશસ્ત્ર દળોનું મનોબળ તોડી રહ્યા છે જ્યારે દેશે એક અવાજમાં બોલવું જોઈએ અને સૈનિકોને તેમની બહાદુરી માટે પ્રોત્સાહિત અને પ્રશંસા કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ ભારત, તેની લોકશાહી અને દરેક વ્યક્તિના હિતમાં છે કે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ અને સંસદને કામ કરવાની મંજૂરી આપવી જોઈએ.
સ્પીકરે ફગાવી નોટિસ: સીમાઓ પર કથિત ચીની ઘૂસણખોરી પર ચર્ચાની તેમની માગને અધ્યક્ષે ફગાવી દીધા બાદ વિરોધ પક્ષોએ સોમવારે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ નિયમ 267 હેઠળ આપવામાં આવેલી તમામ નવ નોટિસને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે નિયમો હેઠળ નથી. જો કે કોંગ્રેસ અને અન્ય પક્ષો કામ સ્થગિત કરવાની તેમની માગ પર અટવાયેલા હતા. જેથી આ મુદ્દા પર ચર્ચા થઈ શકે. જો કે સ્પીકરે તેમની માંગ સ્વીકારી ન હતી. ત્યારબાદ કોંગ્રેસ, ડાબેરી, ડીએમકે અને અન્ય પક્ષોના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું.
આ પણ વાંચો: LACને અડીને આવેલા વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પૂરજોશમાં