- UNSCમાં આતંકવાદને લઈને ભારતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું
- અનુકૂળ વાતાવરણ બનાવવાની માત્ર પાકિસ્તાનની જવાબદારી: ભારત
- દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારત પ્રતિબદ્ધ
સંયુક્ત રાષ્ટ્ર: હાલમાં જ મળેલી UNSCની બેઠકમાં ભારત (India in unsc)દ્વારા આતંકવાદને (Pakistan Terrorism) લઈને પાકિસ્તાન પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું, આ તકે ભારત દ્વારા સીમા પાર પ્રાયોજિત આતંકવાદ અંગે પગલા લેવા જણાવ્યું હતું. આ બેઠકના સેશન દરમિયાન ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, કોઈપણ અર્થપૂર્ણ વાતચીત માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે.
આ પણ વાંચો:પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનની બાબતોમાં વિનાશકારી ભૂમિકા ભજવી રહ્યું છે: CRS રિપોર્ટ
સમાધાન લાવવા માટે અમે પ્રતિબદ્ધ
સંયુક્ત રાષ્ટ્રની બેઠકના (UNSC Meeting ) સેશન દરમિયાન કાઉન્સિલર કાયદા સલાહકાર ડો. કાજલ ભટ્ટે કહ્યું કે, ભારત પાકિસ્તાન સહિત તમામ પડોશી દેશો સાથે સામાન્ય સંબંધ ઈચ્છે છે. જો કોઈ પેન્ડિંગ મુદ્દો તો તેનુ પણ સિમલા સહમતી અને લાહોર મુદ્દાની જેમજ દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ સમાધાન લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચો:પાકિસ્તાને પાકિસ્તાની તાલિબાન સાથે એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી
ભારત સરહદ પારથી પ્રાયોજિત આતંકવાદ
આ દરમિયાન તેમણે વધુમાં કહ્યું કે કોઈપણ અર્થપૂર્ણ સંવાદ માત્ર આતંક, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં જ થઈ શકે છે અને આવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી માત્ર પાકિસ્તાનની છે. પાકિસ્તાન દ્વારા જ્યાં સુધી આ બાબતે નિર્ણાયક પગલા ન લેવાય ત્યાં સુધી ભારત સરહદ પારથી પ્રાયોજિત આતંકવાદનો સામનો કરવા માટે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખશે.