હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે વડાપ્રધાન પર તેમના પ્રહારો (Telangana cm kcr warns pm modi) ચાલુ રાખતા,(ચંદ્રશેખર રાવનો પીએમ પર હુમલો) શુક્રવારે જણાવ્યું હતું કે, જો રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર રાજ્યના વિકાસમાં સહકાર આપવામાં નિષ્ફળ જશે, તો મોદીને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં (WILL CHASE MODI OUT OF POWER) આવશે. જનગાંવ જિલ્લાના યશવંતપુર ખાતે એક જાહેર સભાને સંબોધતા, કે.સી.રાવે જણાવ્યું હતું કે, જો જરૂર પડે તો તે 'દિલ્હીનો કિલ્લો' જીતવા માટે રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
NDA દ્વારા પ્રસ્તાવિત પાવર રિફોર્મને રાજ્ય સરકાર લાગુ કરશે નહીં
"તમે અમને રાષ્ટ્રીય પ્રોજેક્ટ આપતા નથી, તમે અમને મેડિકલ કોલેજ આપતા નથી... જો તમે અમને સહકાર નઈ આપો તો કોઈ સમસ્યા નથી," અમે તમને સત્તામાંથી કાઢી નાખીશું અને એવી સરકાર લાવીશું જે અમને મદદ કરશે. મુખ્યપ્રધાને સ્પષ્ટ કર્યું કે, તેલંગાણામાં NDA દ્વારા પ્રસ્તાવિત પાવર રિફોર્મને રાજ્ય સરકાર લાગુ કરશે નહીં.
બળતણ અને ખાતરના વધતા ભાવે ખેડૂતોની કિંમત બમણી કરી દીધી
"જો રાષ્ટ્રીય રાજકારણમાં અસરકારક ભૂમિકા ભજવવાની જરૂર હોય, તો આપણે ચોક્કસપણે આપણા રાષ્ટ્ર માટે લડવું જોઈએ. જો તમે મને આશીર્વાદ આપો, તો હું દિલ્હીનો કિલ્લો જીતવા માટે તૈયાર છું," તેમણે કહ્યું. નરેન્દ્ર મોદી સાવધાન તમારી ધમકીઓથી કોઈ ડરતું નથી. ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના વચનની મજાક ઉડાવતા કે.સી. રાવે જણાવ્યું કે, બળતણ અને ખાતરના વધતા ભાવે ખેડૂતોની કિંમત બમણી કરી દીધી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'વન ઓશન શિખર સમ્મેલન'ના ઉચ્ચ સ્તરીય સત્રમાં ભાગ લેશે
ભાજપાના કાર્યકરોએ TRS કેડર પર હુમલો કર્યો
તેમને મીડિયા દ્વારા ખબર પડી કે, ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરોએ જનગાંવમાં TRS કેડર પર હુમલો કર્યો. તેમણે ભગવા પાર્ટીને ચેતવણી આપી હતી કે, જો કોઈ તેમની પાર્ટીના લોકોને સ્પર્શ કરશે તો તે બરબાદ થઈ જશે. તેણે આરોપ લગાવ્યો હતો કે, બેન્ક લોન ન ભરનારા કેટલાક લોકોને લંડન ભાગી જવા માટે મદદ કરવામાં આવી હતી.